સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી મહિલાઓનું શોષણ વધ્યું
તાજેતરમાં બનેલી અનેક ઘટના સમાજ માટે ચિંતાનો વિષય મોબાઈલની જુદી જુદી એપ્લિકેશનથી વિકૃતિ વધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠમાં છેલ્લા એક મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા સાથેના અત્યાચારો વધ્યાના અનેક કિસ્સા સામે આવતા ભદ્ર સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે આજના યુગમાં ટીન એજના યુવક યુવતીઓ મોબાઈલની જુદી જુદી એપ્લિકેશન નો સદ ઉપયોગ ની જગ્યાએ દૂર ઉપયોગ વધતા પરિવારના સભ્યો અને માતા પિતામાં ચિંતાનો વિષય બન્યોછે તેની સાથે પરણિત મહિલા સાથે ઘરેલુ હિંસાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. તાજેતરમાં જૂનાગઢની એક યુવતીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બરેલીના એક યુવકે દુબઇના સપના બતાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં યુવતીએ માતા પિતાને ભોજનમાં ઘેનની દવા આપીને ઘેરથી ભાગી છૂટી હતી અને રાજકોટથી ફ્લાઇટમાં બેસી દિલ્હી અને બરેલી પોહચી હતી અને બાદમાં પોલીસે યુવક યુવતીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
વિસાવદર તાલુકાના રામપરા ગામની સગીરા સાથે વોટસેપના માધ્યમથી યુવતી સાથે વિડિઓ કોલ કરીને બીભત્સ વિડિઓ ઉતારી સગીરાને વાયરલ કરવાની ધમકી આપીને દુસ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જૂનાગઢ સુખપુર ગામની તરુણીને જાનથી મારી નાખવાની ધમકી આપીને એક પછી એક નવ નરાધમોએ સાત મહિનાથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા લોકોમાં ફિટકાર વર્ષી હતી.
માળીયા હાટીના અમરાપુર ગામની પે.સેન્ટર શાળાના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ સાથે શારીરિક અડપલા કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. થોડા સમયથી સોરઠ પંથકમાં રોજબરોજ સગીરાને ભગાડી જવાના કિસ્સા સાથે પરિણીત મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી હોવાની અનેક ઘટના સામે આવી રહીછે જે સમાજ માટે લાલ બત્તી સમાન છે.
પોલીસની સફળ કામગીરી
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં સગીરા કે યુવતી સાથે બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પોલીસે તમામ ઘટનાને ગંભીરતા જોઈને ઘટના મૂળ સુધી પોહચી આરોપીને ઝડપી લેવામાં સફળ કામગીરી કરી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
પરિવારમાં જાગરૂકતા જરૂરી
આજના આધુનિક યુગમાં સોશ્યલ મિડીયા હરણફાળ ભરી રહ્યુ છે એવા સમયે પરિવારમાં પોતાના દિકરા-દિકરી માટેે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે યુવક-યુવતિઓને મોબાઇલની ઘેલછામાં પરિવારની ચિંતા કર્યા વગર ન ભરવાના પગલા ભરી બેસે છે. જેના લીધે પરિવારને નીચુ જોવાનો વારો આવે છે. એવા સમયે આજે પરિવારનાં સભ્યોએ જાગૃત થવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.