જૂનાગઢ વિસાવદર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો ભલગામ મોટા ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. તાલુકા કક્ષાના આ ખેલ મહાકુંભ સરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન ગિરીશભાઈ ગોધાણીએ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં તાલુકામાંથી અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત તાલુકા કક્ષાની ભાઈઓ માટેની કબડી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન આ શાળાના વ્યાયામ શિક્ષક અને કોચના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, પંચાયતના સદસ્યો તાલુકામાંથી જુદી જુદી શાળાઓના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
વિસાવદર તાલુકાકક્ષાના ખેલ મહાકુંભમાં રમતવીરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું

Follow US
Find US on Social Medias