ગોલ્ડમેડલ હાંસલ કરી રાજકોટ તથા R.K. UNIVERSITY RMC વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમનું (સરગમ ક્લબ સંચાલિત) ગૌરવ વધાર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા (જઅૠ) ઈન્ડોર સ્ટેડિયમ પર ગુજરાત રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની બેડમિંટન સ્પર્ધાનું આયોજન ગત તા. 16થી 20 સુધી કરવામાં આવ્યું હતું. આ ગુજરાત રાજ્યની ઊંખઊં બેડમિંટન સ્પર્ધામાં ગુજરાતના ઘણા ખેલાડીઓએ અલગ-અલગ ઉંમરને લાગુ પડતા ઈવેન્ટમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં રાજકોટ શહેરના બેડમિંટન ખેલાડી 40થી 60ની સ્પર્ધામાં ડેનીસ ખોડીદાસભાઈ પટેલ તથા તુષારભાઈ કથરેચા ડબલ્સ જોડીમાં ફાઈનલમાં પ્રવેશ કરી વડોદરાના ખેલાડી ગોપાલ ઠક્કર અને જીકેન શાહને જઈઘછઊ 15-9, 12-15, 15-9 થી પરાસ્ત કરી વિજય પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કરી રાજકોટ શહેર તથા R.K. UNIVERSITY RMC વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમનું (સરગમ ક્લબ સંચાલિત) ગૌરવ વધાર્યુ હતું તથા ચાલીસથી સાંઈઠની મિક્સ સ્પર્ધામાં ડેનીસ ખોડીદાસભાઈ પટેલ, પૂજા ધોરુએ ત્રીજો રેન્ક હાંસલ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું.
ડેનીસ ખોડીદાસભાઈ પટેલ, તુષારભાઈ કથરેચા અને પૂજા ધોરુને આ સિદ્ધિ બદલ રાજકોટના તમામ બેડમિંટન ખેલાડી અને રમતગમતના ચાહકોએ અભિનંદન પાઠવ્યા હતા.