જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ હરિયાણાના કુરુકક્ષેત્રમાં આગામી તા.16 થી 19 ફેબ્રુઆરી માં યોજાનાર ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં ગુજરાત ભરમાંથી 118 ખેલાડી ભાગ લેશે તાજેતરમાં યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધા નડિયાદ ખાતે યોજાય હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓએ 37 ગોલ્ડ,18 સિલ્વર, 12 બ્રોન્ઝ મેડલ મેળવીને જૂનાગઢનું નામ રોશન કર્યું હતું જયારે જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ હરિયાણામાં યોજાનાર ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં વધુ જૂનાગઢ નામ રોશન કરે તેવી શુભેચ્છા ધારાસભ્ય સંજય કોરડીયા ખેલકૂદ મંડળ પ્રમુખ ઇકબાલભાઇ મારફતિયા, નીતાબેન વાળા, વિશાલ દિહોરા અને હારૂનભાઇ વિહળે શુભ કામના પાઠવી હતી.
જૂનાગઢના ખેલાડીઓ હરિયાણામાં ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે

You Might Also Like
Follow US
Find US on Social Medias