આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે લાંબા સમય સુધીના ડેટિંગ બાદ લગ્ન કર્યા છે. પતિને બર્થડે વિશ કરતા એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા..
ક્રિકેટર કેએલ રાહુલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર ચાહકો, પરિવારજનો અને નજીકના લોકોએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તે જ સમયે, અભિનેત્રી આથિયા શેટ્ટીએ પતિ કેએલ રાહુલને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક અનસીન ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે તેના પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
આથિયા શેટ્ટીએ પતિ કેએલ રાહુલને કર્યુ બર્થ ડે વિશ
આથિયા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટોઝની ઝલક બતાવી છે, જેમાં તે પતિ કેએલ રાહુલ સાથે જોવા મળી રહી છે. આથિયા કેએલ રાહુલને ગળે લગાવે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આથિયા અને કેએલ રાહુલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આથિયાએ આ તસવીરો સાથે એક હૃદય સ્પર્શી નોંધ શેર કરી છે. તેણે લખ્યું, ‘મારા સૌથી મોટા આશીર્વાદને જન્મદિવસની શુભેચ્છા.’
View this post on Instagram
સુનીલ શેટ્ટીએ આ અંદાજમાં જમાઇને આપી શુભેચ્છા
બીજી તરફ સુનીલ શેટ્ટીએ આથિયા સાથેના લગ્નની એક અનસીન તસવીર શેર કરીને તેના જમાઈ કેએલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું, “ખુશકિસ્મત છીએ કે તમે અમારા જીવનમાં છો… હેપ્પી બર્થ ડે બાબા.”
ઉલ્લેખનીય છે કે, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. બંનેના લગ્નનું ફંક્શન સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં યોજાયું હતું. આ કપલના લગ્નમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓએ હાજરી આપી હતી.