આઝાદી પછી કોઈ મહાનુભાવનું પૂર્નમૂલ્યાંકન થઈને સૌથી વધુ ડિમાન્ડમાં આવ્યાં હોય તેવા બે દિગ્ગજો જ 2હ્યાં છે : એક સ2દા2 વલ્લભભાઈ પટેલ, બીજા શહીદ ભગતસિંહ
ભારત વર્ષની અત્યારની સ્થિતિ અત્યંત દયનીય છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના જાની દુશ્મન છે. હવે તો એક ધર્મનું હોવું જ, બીજા ધર્મના કટ્ટર દુશ્મન હોવા બરાબર છે. જો આ વાત પર ભરોસો ન બેસતો હોય તો તાજેતરમાં થયેલાં તોફાનો જ જોઈ લો…. આ સ્થિતિમાં હિન્દુસ્તાનનું ભવિષ્ય ભારે અંધકારમય દેખાય રહ્યું છે. આ ધર્મોએ હિન્દુસ્તાનનો બેડો ગર્ક કરી દીધો છે અને ખબર નથી કે આ પ્રકારના ધાર્મિક તોફાનો ભારત વર્ષનો કેડો ક્યારે મૂકશે. આ તોફાનોએ આખી દુનિયાની નજરમાં ભારતને બદનામ કરી મૂક્યું છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
પ્રથમ નજરે કોઈ રાજકીય પક્ષ્ાના નેતા કે સેક્યુલર દિમાગનું આ સ્ટેટમેન્ટ લાગે એવો આજકાલનો માહૌલ છે પણ આ શબ્દો 19ર8 માં લખાયેલાં એક લેખના છે, જેના લેખક શહિદ ભગતસિંહ (જન્મ : ર7 સપ્ટેમ્બર, 1907) હતા. આઝાદી પછી કોઈ મહાનુભાવનું પૂર્નમૂલ્યાંકન થઈને સૌથી વધુ ડિમાન્ડમાં આવ્યાં હોય તેવા બે દિગ્ગજો જ રહ્યાં છે. એક સરદાર વલ્લભભાઈ પટેલ. બીજા શહીદ ભગતસિંહ. લાહોરના અંગે્રજ પોલીસ અફસર સાઉન્ડર્સની હત્યા અને દિલ્હીના એસેમ્બલી હોલમાં જાનહાની ન થાય એવો નિર્દોષ બોમ્બ ફોડવાના ગુનામાં પકડાયેલાં ભગતસિંહને અંગે્રજોએ બીકના માર્યા, ર3 માર્ચ, 1931ના દિવસે, નિયત સમય કરતાં અગિયાર કલાક વહેલાં(રાજગુરૂ અને સુખદેવની સાથે) ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અંગે્રજોએ તેમના મૃતદેહના ટૂકડા કરીને સતલજ નદીના કાંઠે જલાવી દીધા પછી નદીમાં વહાવી દીધા હતા.
- Advertisement -
માત્ર ર3 વર્ષની ઊંમરે શહિદીને વરેલાં ભગતસિંહ માટે ગુલામ ભારતીય જનતા જેટલો આદર વ્યક્ત કરતી હતી એટલું મહત્વ એ વખતે મોટાભાગના આઝાદીની લડત લડતાં આગેવાનોએ ભગતસિંહને આપ્યું નહોતું એ દિલ ચીરી નાખતી સચ્ચાઈ છે. ફાંસીના સોળ વરસ પછી આઝાદ થયેલાં આ દેશની પોલિટિકલ પાર્ટીઓને મન ભગતસિંહ માત્ર ર6મી જાન્યુઆરી અને 1પમી ઓગસ્ટે યાદ કરવાનું કિરદાર જ હતું. આપણને ગમે કે ન ગમે, હકિક્ત એ છે કે 1990 પછી કોમ્યુનિસ્ટોને કારણે શહિદ ભગતસિંહ ફરી લાઈમલાઈટમાં આવ્યા પછી કોંગે્રસ, ભાજપ, આરએસએસ સહીત બધા ભગતસિંહને પોતાના ગણાવા લાગ્યાં છે. બાકી હતું તે ર017માં ઈમ્તિયાઝ રાહિદ કુરૈશી નામના એક પાકિસ્તાનીએ કરેલા કોર્ટ કેસથી શહિદ ભગતસિંહ કરન્ટ ટોપિક બની ગયા. ઈમ્તિયાઝ કુરૈશી પાકિસ્તાનનના ં(ભગતસિંહનો જન્મ પાકિસ્તાનનાં લ્યાલપુર જિલ્લાના બંગા ગામે થયો હતો) ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમણે કેસ ર્ક્યો કે, બ્રિટિશ સરકારે પુરાવા વગર, માત્ર ખૂન્નસ અને ડરથી જ ભગતસિંહને ફાંસીએ ચઢાવી દીધા હતા એટલે બ્રિટિશ સરકાર (જલિયાવાંલા બાગની ક્તલેઆમ માટે માંગી હતી તેમ) ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ માટે માફી માંગે અને એ માટેનો દંડ પણ તેમના પરિવારને ચૂક્વે
1907માં જન્મેલાં આઝાદીના એક શૂરવીર ર017માં, એક્સો દશ વરસ પછી પણ વિષય બને તેને અન્યાયની આડઅસર જ માનવી રહી. ગાંધીજીની ગળથૂથી પીને ઉછરેલાં ભારત વર્ષમાં જો કે આમ પણ આઝાદી કે ઈન્સાફ માટે કાંઠલો પકડી લેનારાં પ્રત્યે પ્રમાણમાં આદર ઓછો, અણગમો વધારે જગાડે તેવું માઈન્ડ સેટ જ રહ્યું છે એટલે આપણા ક્રાંન્તિકારી શહીદો વિશે બહુ મોડે મોડેથી જાગૃતિથી આવી છે. આ કારણે જ ગાંધીજી, નહેરુ કે સરદારની જેમ-જેટલાં આપણા શહીદોનું શતપ્રતિશત વ્યક્તિત્વ જવલ્લે જ ઉપસ્યું છે. શહીદ ભગતસિંહ તેમાંના એક છે. મનોજકુમાર કે અજય દેવગણને જોઈને કે મતલબી રાજકારણીઓના મોઢેંથી અધુરા સત્યોને સાંભળીને ભગતસિંહ વિષેની ઈમેજ મનોમન બનાવી લેનારાં એ જાણતાં નથી કે માત્ર ર3 વરસની ઊંમરે ફાંસીએ ચઢી ગયેલાં ભગતસિંહ એક ઉત્તમ લેખક-વિચારક હતા. તેમણે લાહોરના ધ પીપલ દૈનિક ઉપરાંત અનેક પ્રકાશનોમાં અનેક વિષયો પર લખ્યું હતું અને સચોટ લખ્યું હતું. જાતિ ભેદભાવ વિષે 19ર8 માં ભગતસિંહે લખેલું આ વાક્ય વાંચો : કૂતરો આપણા ખોળામાં બેસી શકે છે. આપણા રસોડામાં ફરી શકે છે પણ એક માણસ જો આપણને સ્પર્શી જાય તો બસ, આપણો ધર્મભ્રષ્ટ થઈ જાય છે
સૌથી ઈન્ટરેસ્ટીંગ વાત તો એ છે કે ભગતસિંહ નાસ્તિક હતા.
ભગવાનમાં માનતા નહોતા. ફાંસી પૂર્વે લાહોર જેલમાં તેમની સાથે સ્વાતંત્ર્ય સેનાની બાબા રણધીરસિંહ પણ હતા. તેમણે ભગતસિંહને મળીને તેમને આસ્તિક બનવા માટે સમજાવ્યાં અને છેવટે છણકો પણ ર્ક્યો : પ્રસિદ્ધિએ તારું દિમાગ ખરાબ કરી નાખ્યું છે અને તું અહંકારી બની ગયો છે એટલે જ…. બાબા રણધીરસિંહને જવાબ દેવા માટે જ હું નાસ્તિક કેમ છું? નામથી ભગતસિંહે લેખ લખેલો, જે લાહોરના ધ પીપલ અખબારમાં છપાયેલો. એકદમ વૈજ્ઞાનિક તથ્યો અને ધારદાર તર્ક તેમજ પાયાદાર મુાઓ સાથેનાં આ વિસ્તૃત લેખમાં ભગતસિંહ એક સવાલ પૂછે છે : જો તમને વિશ્ર્વાસ હોય કે એક સર્વશક્તિમાન, સર્વજ્ઞાની અને સર્વવ્યાપક ઈશ્ર્વર છે, જેણે આ વિશ્ર્વની રચના કરી છે તો મહેરબાની કરીને મને એ જણાવો કે (દુ:ખો, કષ્ટો અને સંતાપો ભરી) આ દુનિયાની રચના તેણે કરી જ શા માટે ?…. (એ પછી રોમના નીરો અને ચંગેઝખાનના જુલમી શાસનના ઉલ્લેખ પછી ભગતસિંહ લખે છે) એ પરમ ચેતનાએ આ વિશ્ર્વ અને તેના મનુષ્યોની રચના આનંદ લૂંટવા માટે કરી છે ? તો પછી તેનામાં અને નીરો (તેમજ ચંગેઝખાન) માં ફરક શું છે ?
- Advertisement -
ભગતસિંહ આસ્તિક નહોતા તેમ રતિભાર પણ સંકૂચિત માનસના પણ નહોતા. નાત-જાત-છૂત – અછૂતમાં માનતા નહોતા. પોતે ધર્મનિરપેક્ષ્ા છે એ પૂરવાર કરવા માટે જ તેમણે શીખોની ઓળખ જેવી પાઘડી પહેરવાનું બંધ કરી દીધું હતું અને પોતાના લાંબા વાળ પણ કપાવી નાખ્યા હતા. હેટ સાથેનો ભગતસિંહનો જે ફોટોગ્રાફ સૌથી વધુ પોપ્યુલર છે એ હેટ રામપ્રસાદ બિસ્મીલની હોવાનું કહેવાય છે પરંતુ ભગતસિંહ અને બિસ્મીલ ક્યારેય મળ્યાં જ નહોતા. આ ફોટો તેમણે દિલ્હીના સ્ટૂડિયોમાં પડાવ્યો હતો (જે ફોટો થકી જ અંગે્રજ પોલીસે પછીથી ભગતસિંહ વિષેની તમામ તપાસ કરી હતી ) આ તસવીર કાશ્મીરી ગેટ પર આવેલાં રામનાથ ફોટોગ્રાફર્સના સ્ટૂડિયોમાં 4 એપ્રિલ, 19ર9ના લેવામાં આવી હતી. સૌથી પહેલાં એ ફોટોગ્રાફ વંદેમાતરમ્ે 1ર મી એપ્રિલે છાપવાની હિંમત કરી હતી કારણ કે અંગે્રજ હકુમત દેશોહનો આરોપ લગાવે તેવી ભિતી બધા મિડિયા હાઉસને ત્યારે હતી. હા, આ ફોટોગ્રાફથી ભગતસિંહનો એક ઉેશ પૂરો થયાનું આપણે માની શકીએ : શીખ નહીં, પણ શહીદ ભગતસિંહ તરીકે જ આપણા મન પર અંક્તિ થઈ ગયા તેઓ આ ફોટોગ્રાફથી !
ભગતસિંહ એક સવાલ પૂછે છે : જો તમને વિશ્ર્વાસ હોય કે એક સર્વશક્તિમાન, સર્વજ્ઞાની અને સર્વવ્યાપક ઈશ્ર્વર છે, જેણે આ વિશ્ર્વની રચના કરી છે તો મહેરબાની કરીને મને એ જણાવો કે (દુ:ખો, કષ્ટો અને સંતાપો ભરી) આ દુનિયાની રચના તેણે કરી જ શા માટે?