રાજકોટમાં નવા વર્ષની શરૂઆત નવા પ્રોજેક્ટ સાથે થવાની છે. રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા થનગની રહ્યું છે, ત્યારે રાજકોટનું અટલ સરોવરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 136 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું. અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે. અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે, જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ હશે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળશે.
પીએમના કાર્યક્રમમાંથી સ્માર્ટ સિટી- અટલ સરોવર પ્રોજેક્ટ પડતો મુકાય તેવી શકયતા
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે એઇમ્સ, સ્માર્ટ સિટીના અટલ સરોવર અને જનાના હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના મુખ્ય સચિવની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં વિવિધ વિભાગોના વડાઓ સાથે આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષી તેમજ રાજકોટ મહાનગરપાલિકામાંથી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સીઇઓ ચેતન નંદાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન એવી ચચિ છે કે રાજકોટ મહાનગરપાલિકાનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તેમજ અટલ સરોવર પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયો ન હોય પીએમના હસ્તે થનાર લોકાર્પણમાં કદાચ આ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવે તેવી શક્યતા છે.