ભાજપનો ગઢ ગણાતા રાજકોટ વિધાનસભા-69 મતવિસ્તારમાં ડૉ. દર્શિતાબેન શાહનો ઉમળકાભેર આવકાર
મહિલાઓએ ડો. દર્શિતાબેન શાહને વિજય તિલક કરી વિક્રમજનક જીત હાંસલ કરવાના આશીર્વાદ આપ્યા
- Advertisement -
ભાજપ ઉમેદવાર ડૉ.દર્શિતાબેન શાહને લોકસંપર્કમાં લોકોએ લાગણીભેર વધાવી લીધા
ડૉ. દર્શિતાબેન શાહના લોકસંપર્કમાં શહેર
ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ સહિતનાઓ હાજર રહ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા 69 બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે તેમના મતદાર વિસ્તાર પૈકીના વોર્ડ નં. 1ના જુદા-જુદા વિસ્તારોમાં વ્યાપક લોક સંપર્ક કર્યો હતો અને ડો. દર્શિતાબેન શાહે આ વ્યક્તિગત સંપર્કના કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે ફરીને ભાજપ માટે મતદાનની અપીલ કરી હતી.
ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે સૌ પ્રથમ ગંગેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરીને પ્રારંભ કર્યો હતો. ડો. દર્શિતાબેન શાહને તેમના લોકસંપર્ક દરમિયાન વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા અને બહેનો દ્વારા તેઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા અને પ્રચંડ લીડ સાથે વિજયની ખાતરી
આપી હતી.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા-69 મત વિસ્તારએ પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષનો ગઢ છે અને આ મત વિસ્તારનાની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સહિતના મહાનુભાવોને વિજય બનાવી અને ગુજરાતના વિકાસમાં તેઓને સહભાગી બનાવ્યા હતા.
એટલું જ નહીં હાલના વડાપ્રધાનનું પ્રથમ મતક્ષેત્ર રાજકોટ-69 છે અને તેથી જ મતદારોએ આ બેઠક પર ફરી એક વખત શિક્ષિત અને લોકસેવા માટે તત્પર ડો. દર્શિતાબેન શાહને વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભાજપની પરંપરાગત બેઠક પર હવે ડો. દર્શિતાબેન શાહને ચૂંટી કાઢવા રાજકોટ પશ્ચિમના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વોર્ડ નં. 1માં ગાંધીગ્રામ, ગૌતમનગર મેઇન રોડ, લાખના બંગલાવાળો રોડ, સહિતના વિસ્તારનો ડોર-ટુ-ડોર વ્યક્તિગત સંપર્ક અને વ્યાપક લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. તેમને લોકો તરફથી ઉમળકાભેર આવકાર સાંપડી રહ્યો હતો. ડો. દર્શિતાબેન શાહના લોકસંપર્કના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ભાજપના વોર્ડ નં. 1ના હોદેદારોમાં દિલીપભાઈ પટેલ, હિતેશભાઈ મારુ, કાનાભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, કોર્પોરેટરો દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, હિરેનભાઈ ખીમાણીયા, સામાજિક અગ્રણીઓ, મહિલા આગેવાનો વગેરે જોડાયા હતા.