વા વર્ષે 2026ની શરૂઆતમાં શુક્ર ધન રાશિમાં હશે. પરંતુ, 14 જાન્યુઆરી 2026ની સવારે 4 વાગ્યે 2 મિનિટે તે શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને રાક્ષસોનો ગુરૂ કહેવામાં આવે છે. આ ગ્રહ જીવનમાં પ્રેમ, આકર્ષણ, સુંદરતા, ભોગ-વિલાસ, કલા, સૌંદર્ય-બોધ, ધન, વૈભવ, પ્રતિષ્ઠા અને સંબંધોની મધુરતાનો પ્રમુખ કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિ બદલે છે, તેનો પ્રભાવ ફક્ત 12 રાશિ પર નથી પડતો પરંતુ, દેશ-દુનિયાના સામાજિક, આર્થિક પાસાઓ પર પણ જોવા મળે છે. નવા વર્ષે 2026ની શરૂઆતમાં શુક્ર ધન રાશિમાં હશે. પરંતુ, 14 જાન્યુઆરી 2026ની સવારે 4 વાગ્યે 2 મિનિટે તે શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. શુક્રનું શનિની રાશિમાં જવું એક મહત્ત્વપૂર્ણ ખગોળીય સ્થિતિ છે. કારણ કે, શનિનું અનુશાસન અને શુક્રનું વૈભવ મળીને અનેક રાશિ માટે નવી સંભાવના અને સકારાત્મક પરિણામ લઈને આવે છે. શુક્રનું રાશિ પરિવર્તન અને રાશિઓના જીવનમાં મોટો બદલાવ લઈને આવશે. ચાલો જાણીએ આ રાશિ કઈ છે.
- Advertisement -
મેષ રાશિ
શુક્રનું મકરમાં ગોચરથી મેષ રાશિના જાતકો માટે કારકિર્દી અને પ્રતિષ્ઠાનો સમય ખૂબ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદ અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં કામના વખાણ થશે. અધિકારી વર્ગ તમારાથી પ્રસન્ન રહેશે, જેનાથી લાંબા સમયથી રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. વિદેશી કંપની અથવા મોટા સંગઠનોથી લાભ યોગ છે. પ્રેમ સંબંધોમાં પરિપક્વતા આવશે, સંબંધ સ્થિર થવા અથવા લગ્નની સંભાવના બનશે, આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે.
તુલા રાશિ
- Advertisement -
તુલા રાશિના સ્વામી સ્વયં શુક્ર છે, તેથી આ ગોચર તમારા માટે વિશેષ મહત્ત્વ રાખે છે. પરિવારમાં સુખ-શાંતિ વધશે, ઘરમાં કોઈ શુભ કાર્ય થવાના સંકેત છે. નવું ઘર, વાહન અથવા સંપત્તિ ખરીદવાનો યોગ બની શકે છે. માતા-પિતાનો સહયોગ મળશે. ગૃહસ્થ જીવનમાં મીઠાશ વધશે, દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે. કલા, સંગીત, ડિઝાઇન, ફિલ્મ, મીડિયા જેવા ક્ષેત્રોમાં કામ કરનારને મોટો લાભ મળશે અને સ્વાસ્થ્ય સારૂ રહેશે.
મકર રાશિ
શુક્ર મકર રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે. તેથી તેનો પ્રભાવ સૌથી વધુ અને સીધો મકર રાશિના જાતકો પર પડશે. મકર રાશિના જાતકોનું વ્યક્તિત્વ નિખરશે, આકર્ષણ વધશે, લોકો તમારી તરફ સ્વાભાવિક રૂપે આકર્ષિત થશે. મનમાં આત્મવિશ્વાસ અને ઊર્જા વધશે, નવા અવસર ખુદ ચાલીને આવશે અને પ્રેમ સંબંધ મજબૂત બનશે. અપરીણિતોને મનપસંદ જીવનસાથી મળવાની સંભાવના છે. આર્થિક રૂપે લાભના અનેક અવસર નવા રોકાણ, પાર્ટનરશિપ અથવા બોનસ મળવાનો યોગ છે. કારકિર્દીમાં નવી ઓળખ બની શકે છે, કામના બદલે સન્માન મળશે. કલા અને ક્રિએટિવિટી સાથે જોડાયેલા જાતકો વિશેષ લાભમાં રહેશે.




