ગિરનાર પર્વતના ધર્મસ્થાનોમાં શારદીય આસો નવરાત્રી પર્વે અનુષ્ઠાનનો અનેરો મહિમા
પહાડો પર દેવી-દેવતા સન્મુખ જપ-તપ કરવાનું અનેરું મહત્વ
- Advertisement -
પર્વત પર ગૌમુખી ગંગા, અંબાજી મંદિર સહિત 33 કોટિ દેવતાઓનો જ્યાં નિવાસ છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
ભારતીય સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું મહત્વ અનેરૂ છે, શક્તિની આરાધના-ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય (આસો મહિનાની) નવરાત્રિ, અનુષ્ઠાન કરવાની અનેક પઘ્ધતીઓ વૈદિક પરંપરામાં બતાવવામાં આવી છે તેમાં પણ પહાડ ઉપર અને દેવી દેવતાની સન્મુખ કરવા આવતા જપ-તપનું અનેરૂ મહત્વ છે, અને તે અનેક ગણુ ફળ આપનાર છે.
આ દિવસમો મા ની આરાધના કરવાનું શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ મળે છે હિમાલયથી પણ જે પુરાણો છે એવા ગિરનાર પર્વત પર એકાવન શક્તિપીઠો પૈકીની એક એવી મા અંબાજીની પીઠકે જને ઉદયન પીઠ તરીકે ઓળખવામાં આવે છે.તેમજ મહાકાલી માતાજી, ગુરૂદત્ત ભગવાન-ગુરૂ ગોરખનાથ, ગૌમુખી ગંગામાં આવેલા મા અન્નપુર્ણા, કમંડલ કુંડ, બાવનવીર, ચોસઠ જોગણીયાઓ અને જૈન દેરાસર, ભરતવન, હનુખાનધારા, સાચાકાકાની જગ્યા, સહસાવન જૈન દેરાસર, સિતાવન, પથ્થર ચટ્ટી, સેવા દાસની જગ્યા, માળી પરબ, આનંદ ગુફા, મહાકાલી ગુફા તેમજ 33 કોટી દેવી-દેવતાઓનો જયા નિવાસ છે અને એક તરફ દાતારબાપુઅને એક બાજુ જોગણીયા પર્વત પર જોગેણેશ્ર્વર મહાદેવ અને જટાશંકર મહાદેવ બિરાજમાન છે. આ દરેક જગ્યાઓ પર આજ ગુરૂવારથી પ્રારંભ થઇ રહેલી નવરાત્રી માટેની તૈયારીઓ પૂર્ણ થતા અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે જે નવ દિવસ ચાલશે.
- Advertisement -
પથ્થર ચટ્ટીની પ્રખ્યાત જગ્યા શ્રી તિરૂપતિ બાલાજી (વિષ્ણુભગવાન)ના સ્વરૂપની નિશ્રામાં તેમના મહંતશ્રી હરિભાઇ તથા હિતેષભાઇ, ગાયત્રી મંદિરના ટ્રસ્ટીશ્રી નાગાબાપુ વાળા, શ્રી યોગીભાઇ પઢીયાર તેમજ નિકુંજભાઇ ભટ્ટ સહિતના સાધકો ઘણા વર્ષોથી ત્યાં પહોંચીને માતાજીનું અનુષ્ઠાન કરે છે.
માં જગદંબા અંબાજી મંધ્રિના મહંત મોટા પીરબાવાશ્રી તનસુખગીરીબાપુ તથા બ્રહ્મલીન નાનાપીર બાવા ગણપતગીરીબાપુની પ્રેરણાથી અંબાજી મંદિરખાતે તુષારગીરી, યોગેશગીરી, હિમાંશુગીરી, શૈલેષગીરી, પ્રિન્સીપાલ ઠાકોર, કિશોરભાઇ, અભિષેક અને તેમના સેવકો તેમજ ગૌ મુખી ગંગા ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પ.પૂ.મુકતાનંદબાપુની પ્રેરણાથી પંચ અગ્નિ અખાડાના સચિવ બ્રહ્મચારી સંપૂણનંદબાપુ અને ઉજૈનના મહંત વિચીત્રાનંદબાપુ અનુષ્ઠાનનો પ્રારંભ કરી મા અન્નપુર્ણાની આરાધના કરશે.
માતાજી અને અવધુત આશ્રમના મહાદેવગિરીબાપુ, મહાકાલી ગુફા ખાતે ભરતદાસ બાપુશીતાયન ખાતે ભગવતીદાસ બાપુ, સેવાદાસની જગ્યામાં બ્રહ્મદાસબાપુ, હનુમાનધારાની જગ્યા વિશાલદાસબાપુ, ભરતવન ખાતે વિઠ્ઠલદાસબાપુ, ગોરખનાથ શિખર પર સોમનાથજી તેમજ કૌશિકભાઇ, કમંડલકુંડ મહેશગીરીબાપુની પ્રેરણા કૈલાસભાઇ સહિતનાસાધનો અનુષ્ઠાન કરે છે. ગૌમુખી ગંગામાં જગદિશભાઇ હદવાણી જાણીતા શિક્ષણ શાસ્ત્રી સંજય ભીમાણી, કેતનભાઇ પટેલ, નિતિનભાઇ પટેલ, રાજુભાઇ ભીમાણી કે જેઓ લંડનથી આવીને માતાજીની આરાધના કરે છે.
જૂનાગઢ શહેરમાં પણ ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે મોટાપીરવાવા તનસુખગીરીબાપુ વાઘેશ્ર્વરી મંદિર ખાતે ગાયત્રી શક્તિપીઠ તેમજ સામવેદ સંસ્કૃત પાઠશાળા વાળા શ્રી ચેતનભાઇ શાસ્ત્રી તથા તેમના શિષ્યો આ શ્રૈષ્ઠ દિવસો હાઇ દરેક સાધકો નવૈય દિવસોમાં માતાજીને ધુપ-દિપ-નૈવૈધ-આરતી પ્રસાદ સાથે પૂજન કરે છે.
નવાહન મંત્ર તેમજ દુર્ગાસપ્તસતી (ચંડીપાઠ)નું વાંચન, શ્રી સુકતાનાપઠા કરે છે અને હવનાષ્ટમી એટલે કે આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરીને બીડુ હોમીને માતાજી પાસે વિશ્ર્વકલ્યાણની પ્રાર્થના કરશે તેમજ ભારત દેશ વિશ્ર્વગુરૂ બને તથા હાલતમાં વિશ્ર્વમાં યોજાયેલ યુઘ્ધની પરિસ્થિતિ શાંતિમય બને દિપાવલી અને નવા વર્ષમાં સર્વેનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે. સાથે સાથે દેશની સરહદો પર સિમાડા સાચવીને બેઠેલા વિર જવાનો માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.