દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત બ્રાહ્મણ સંઘની સ્થાપના કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રભાસતીર્થે દેશના પ્રથમ દ્વાદશ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશના અન્ય દ્વાદશ જ્યોર્તિલિંગના પુજારીગણ અને ત્યાંના સ્થાનિક તીર્થ પુરોહિતો ની મહત્વપૂર્ણ બેઠક નું આયોજન થયું હતું.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના શ્રી સોમપુરા બ્રહ્મ સમાજના યજમાન પદે આ બેઠક બ્રહ્મપુરી ખાતે યોજાઈ હતી. જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગમા રહેતા તીર્થ પુરોહિતો, ને પડતી અગવડ, સમાસ્યો અને તેના સમાધાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને બેઠકમાં ચર્ચાઓ દરમિયાન દેશના તમામ 12 દ્વાદશ જ્યોર્તિલિંગ નું એક સંગઠન બનાવવા નું સર્વાનુમતે નક્કી થતાં દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત બ્રાહ્મણ સંઘ નામના સંગઠન ની રચના કરવામાં આવેલ જેમાં સંગઠનના અધ્યક્ષ તરીકે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ઉપરાંત તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના કુલગુરુ પૂજ્ય માર્કંડબાપા પાઠકને મહામંત્રી, લોકેશજી અમોલકારની સહ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જયવર્ધન ટી. જાની તેમજ તુલજાળાશ ભોપી જી ની નિમણૂંક કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય પદોની નિમણૂંક થોડા સમયમાં કરવામાં આવશે તેવી સભા અધ્યક્ષ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં , શ્રી સોમનાથ, શ્રી ભીમાશંકર, શ્રી પરલી વૈદ્યનાથ, શ્રી નાગેશ્વર (ઔઢા), શ્રી ઓમકારેશ્વર, શ્રી કેદારનાથ, શ્રી ધૃશનેશ્વર, તથા શ્રી ત્રમ્બકેશ્વર ના પૂજારીઓ, તીર્થ પુરોહિતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.