સરકાર દ્વારા જનરલ સર્જરી, ઓર્થોપેડીક, જનરલ મેડીસીન, ઈ.એન.ટી., બાળરોગ તથા યુરોલોજી સર્જરી માટે મંજૂરી અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જ્યારે મધ્યમ અને નાના વર્ગના પ્રજાજનોના પરિવાર પર અચાનક કોઈ મોટી બિમારી આવી પડે ત્યારે જંગી ખર્ચનો કમરતોડ બોજ સહન ન કરી શકે તે સ્વાભાવિક છે આવા કપરા સમયે જરૂરિયાત ધરાવતા પરિવારોની ચિંતા કરતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારના નિયમાનુસાર સારવાર મળી રહે છે. રાજકોટના આંગણે શ્રી પંચનાથ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડ લાઇન મુજબ સારવાર આપવા માટે મંજૂરી આપવામાં આવી જેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા મેળવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ આશિર્વાદ આપશે.
આ મંજૂરી મળતાં પહેલા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં સઘન રીતે ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું તેમાં સ્વરછતા ઇમરજન્સી સારવાર વિભાગની કામગીરી ફરજ બજાવતા તબીબોની સંખ્યા કર્મચારીશ્રીઓનુ વર્તન ઓપરેશન થિયેટર સર્જરી માટેના જરૂરી ઉપકરણો સંચાર વ્યવસ્થા તબીબો અને નર્સિંગ સ્ટાફ વચ્ચે સંકલન હોસ્પિટલના સંચાલકોની નિણર્ય શક્તિ દવાના સ્ટોરમા જરૂરી દવાઓનો સ્ટોક દાખલ કરવામાં આવેલ દર્દીઓને આપવામાં આવતી સુવિધા તેમને પીરસવામાં આવતું ભોજન ઓક્સિજનની સુવિધા જેવા તમામ પ્રકારના પાસાઓનો ગહનતાથી ચેકીંગ કરવામાં આવેલ હતું
હોસ્પિટલના પાંચ વિભાગોની સારવાર કરવાની મંજૂરી મળેલી છે ઓર્થોપેડીક વિભાગના ગોળા બદલવા, પ્લેટ તથા સળીયા મૂકવા, જનરલ રોગો જેવા કે ડેન્ગ્યુ, પેરાલિસિસ, કમળો, મેલેરિયા, શ્વાસ લેવામાં તકલીફ, ન્યૂમોનિયા, જનરલ સર્જરી વિભાગ એપેનડીક્ષ, સારણગાંઠ, રસોળી, સ્તનની બાયોપ્સી, ફીશર, હરસ, મસા, ભગંદર, યુરોલોજી વિભાગ યુરીન, પથરી તથા પ્રાસ્ટેટની સમસ્યાઓ, બાળરોગ વિભાગ જેમાં બાળકનો વિકાસ ન થવો, કુપોષણ તથા બાળકને થતાં રોગોની સારવાર આયુષ્માન ધરાવતા કાર્ડઘારકો મેળવી શકશે. સાથોસાથ લેબોરેટરી તથા રેડિયોલોજી વિભાગોનુ તેમજ આ સમયે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મળતી સારવાર અંગે પૃચ્છા કરી હતીસૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને પ્રઘાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરીને રાહતનુ કિરણ ફેલાવનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, માનદમંત્રીશ્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષ ડી વી મહેતા, ટ્રસ્ટીશ્રીઓ ડો રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા, જે ઉદેશથી હોસ્પિટલની સ્થાપના કરેલ છે તે સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા તો ધૃતિબેન ધડુકનો હોસ્પિટલ પર ત્રીજા માળે અન્યથા લેન્ડલાઇન નંબર 0281-2223249/2231215 પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની યાદીમાં જણાવેલ છે