બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું
ઉડાન ભર્યા પછી વિમાનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ
- Advertisement -
જેટ ચીનના ચેંગડુ J-7/F-7 એરક્રાફ્ટ ફેમિલીનું હતું.
પાયલોટે ગીચ વસ્તીવાળા વિસ્તારથી પ્લેનને દૂર લઈ જવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેના પ્રયત્નો છતાં પ્લેન બે માળની સ્કૂલ પર ખાબક્યું હતું. વિમાન તૂટી પડયું ત્યારે શાળા અને કોલેજમાં વર્ગો ચાલતા હતા. આ દુર્ઘટના અંગેના ટેલિવિઝન ફૂટેજ ઉપરથી જાણવા મળે છે કે આ અકસ્માત પછી ઘટના સ્થળેથી કાળા-ધૂમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા.
આ દુર્ઘટના પછી બચાવ કર્મીઓ તુર્ત જ તે સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જતા એમ્બ્યુલન્સો બોલાવી હતી. પરંતુ એમ્બ્યુલન્સો પણ ઓછી પડતાં ઇજાગ્રસ્તોને ઓટો રીક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવા પડયા હતા.ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. બાંગ્લાદેશ એરફોર્સે આ દુર્ઘટના થઈ હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ તેનું કારણ જણાવ્યું નથી.ઉલ્લેખનીય છે કે ચીની બનાવટનું એફ 7 પ્રકારનું એક યુદ્ધ વિમાન થોડા સમય પૂર્વે જ મ્યાનમારમાં પણ તુટી પડયું હતું. દુર્ઘટનાસ્થળે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડની ત્રણ પ્લાટૂન ગોઠવી દેવાઈ છે.
- Advertisement -
આ ઘટનામાં બચી ગયેલા શિક્ષકે જણાવ્યું હતું કે અમને ચેતવણી જેવું કશું મળ્યું ન હતું. અમે કશું સમજીએ તે પહેલાં તો જાણે બધુ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. અચાનક જ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ. બધી જગ્યાએ આગ અને ધૂમાડો દેખાતો હતો. મારા બંને હાથ પણ બળી ગયા, હું માંડ-માંડ શ્વાસ લઈ શકતો હતો.