હૃદયનું 20% પમ્પિંગ, કિડની ડેમેજ અને શ્ર્વાસની ગંભીર તકલીફ હોવા છતાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની સફળ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીની આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજાની સારવાર હેઠળ એક 75 વર્ષીય વૃદ્ધ દર્દીને અનેક ગંભીર બીમારીઓમાંથી સફળતાપૂર્વક મુક્તિ મળી છે. આ દર્દી તા. 10 નવેમ્બર, 2025ના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
- Advertisement -
દર્દીને શ્વાસ ચડવો, પેશાબ બંધ થવો અને ગભરામણ જેવી તકલીફો હતી. તપાસમાં તેમનું હૃદયનું પમ્પિંગ કાર્ય માત્ર 20% જ હતું, સાથે કિડની ડેમેજ, પલ્મોનરી ઇડિમા અને ચેપ પણ હતો. આટલી ક્રિટિકલ સ્થિતિ હોવા છતાં ડો. સત્યજીતસિંહ જાડેજાની સફળ સારવારના કારણે માત્ર પાંચ દિવસમાં જ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ, આયુષ હોસ્પિટલ અને ડો. જાડેજા દ્વારા મોરબીમાં ક્રિટિકલ દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.



