લેટર ઓફ અંડર ટેકીંગ સર્ટિફિકેટ આપવા બાબતે લાંચ માંગી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
જૂનાગઢ સરદારબાગ બહુમાળી ભવનમાં આવેલ જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશનર વલ્લભભાઈ ભીખાભાઇ પટેલીયા રૂ.12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આવી જતા એસીબે વધુ કાર્યવાહી શરૂ કરી હતી. જૂનાગઢ શહેરના એક નાગરિક પાસેથી જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશનર વલ્લભભાઈ પટેલીયા ઉ.57 વર્ષની વયે લેટર ઓફ અંડર ટેકીંગ સર્ટિફિકેટ આપવા બાબતે રૂ.12,000 લાંચની માંગણી કરી હતી
- Advertisement -
જ્યારે ફરીયાદીએ લાંચ આપવા તૈયાર ન હતા અને તેને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઓફિસનો સંપર્ક કરીને જાણ કરી ફરિયાદ કરી હતી જેના આધારે એસીબી પીઆઈ જે.બી.કરમુર સહિત સ્ટાફ જીએસટી કચેરી ખાતે પોહચી છટકું ગોઠવી હતુ અને ટ્રેપની કાર્યવાહીમાં જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશનર વલ્લભભાઈ પટેલીયા લાંચની માંગણી કરીને રૂ.12 હજારની લાંચ સ્વીકારતા એસિબીએ રંગે હાથ ઝડપી પાડી તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ આગળની કાર્યવાહી કરી હતી જ્યારે એસીબીની સફળ ટ્રેપમાં 57 વર્ષના વલ્લભભાઈ પટેલીયા ઝપટે ચડતા કર્મચારીઓમાં અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.