લીમડી ખાતે કુમાર છાત્રાલય તથા વઢવાણ ખાતે ક્ધયા છાત્રાલયનું મંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ યોજાયેલા કાર્યક્રમમા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના નિયામક, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા અમલિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, કુંવરબાઇનું મામેરૂ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના અને શિષ્યવૃતિની યોજના અંતર્ગત 3,82,884 લાભાર્થીઓને રૂ.308.84 કરોડની લોન-સહાય ચુકવવામાં આવી તથા નિયામક, વિકસતી જાતિ કલ્યાણ સંલગ્ન (1) ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, (2)ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, (3) ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમ, (4) ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, (5) ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને (6) ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા 14091 લાભાર્થીઓને કુલ રૂ. 163.73 કરોડની લોન-સહાય યોજના અંતર્ગત સીધુ ચુકવણું ઓનલાઇન માધ્યમથી લાભાર્થીના બેન્ક ખાતામાં ઉઇઝ દ્વારા કરવામાં આવ્યું છે.
આ અવસરે સુરેન્દ્રનગરના લીમડી ખાતે કુમાર છાત્રાલય તથા વઢવાણ ખાતે ક્ધયા છાત્રાલયનું મંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોદન કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ, વિભાગના અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતાં જણાવ્યુ હતું કે, આજનો આ કાર્યક્રમ સાર્થક થયો છે તે જિલ્લાથી માંડી રાજ્ય કક્ષાના દરેક અધિકારીઓની મહેનતનું પરિણામ છે. કાર્યક્રમ અંતર્ગત લોન તથા સહાય વિતરણના શુભ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વિકસતી જાતિ, અનુસૂચિત જાતિ અને સમાજ સુરક્ષા પ્રભાગ તથા નિગમોની જુદી જુદી યોજનાના લાભાર્થીઓને એકજ સ્થળેથી રીમોટની સ્વિચ દબાવી લાભાર્થીના ખાતામાં એમને મળતી સહાયની રકમ એમના ખાતામાં પહોંચી છે.
સહાય વિતરણના આ કાર્યક્રમમાં પ્રસંગિક પ્રવચન કરતા અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંતર્ગત વિવિધ યોજનાઓ દ્વારા દરેક જરૂરત મંદોને લાભો મળતા હોય છે. જેના ભાગરૂપે આજે સરકારી યોજનાઓ અંતર્ગત 3,99,331 લાભાર્થીઓને અંદાજિત રૂપિયા 515.30 કરોડની સહાય આપવામાં આવી છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સામાજિક વિજ્ઞાન અને લોકોના સમન્વય થકી વંચિતોને વિકાસ થાય એ માટે જન કલ્યાણથી વિવિધ યોજનાઓનો લાભ સમાજના લોકો સુધી પહોંચે એ જ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમ અંતર્ગત મેયર ગાંધીનગર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, અગ્ર સચિવ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મોહમ્મદ શાહિદ (ઈંઅજ), નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રચિત રાજ(ઈંઅજ), નિયામક વગેરે તથા વિવિધ જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં પધારેલા લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.



