11 તાલુકામાં રૂ.2035 લાખના ખર્ચે 81 નવા ગ્રામ પંચાયત ભવન કમ તલાટી મંત્રી આવાસના કામો મંજૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઈ રંગાણીએ એક અખબારી યાદી માં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને વિવિધ યોજનાઓ થકી પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવીને પંચાયતી રાજના મૂળભૂત હેતુ ગામડાંનો સર્વાંગી વિકાસ કરી નવનિર્માણ કરવાનો છે, જે સિધ્ધ કરી તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપીને તેમના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને આપવામાં આવતી સેવામાં સુધારો લાવીને પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરી રહી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગ્રામ જનસમુદાય પણ સરકારની સાથોસાથ ખભેખભા મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ થઇ રહેલ છે.
- Advertisement -
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પંચાયત મંત્રી બચુ ખાબડ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોના માળખાને સંગીન બનાવવા માટે અમલમાં મૂકાયેલ સીડીપી-5 યોજના અંતર્ગત રાજ્યની જે ગ્રામ પંચાયતનું મકાન 25 વર્ષથી વધુ જુની હોય તેવી જર્જરીત ગ્રામ પંચાયતો અને પંચાયત ઘર-વિહોણી ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર-કમ-તલાટી મંત્રી આવાસ સીડીપી-5 યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વસ્તીના ધોરણે અનુદાન આપવામાં આવે છે. જે તે ગામની ભૌગોલિક પરિસ્થિતિ, ગામની વસ્તી જેવા પરિબળો ધ્યાને લઇને 3000 થી વધુ વસ્તીવાળી ગ્રામ પંચાયત ઘર માટે અનુદાન છૠજઅ માંથી અને 3000 થી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત માટે ઈઉઙ-5 હેઠળ મંજુર કરવા માં આવે છે જે અંતર્ગત જિલ્લાના 11 તાલુકામાં રૂ 2035 લાખના ખર્ચે 81 નવા ગ્રામ પંચાયત ભવન કમ તલાટી મંત્રી આવાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. આ ભવનોના નિર્માણથી ગ્રામ્ય વિકાસ વેગવંતો બનશે અને લાભાર્થી ગામોને આધુનિક ગ્રામ્યપંચાયત ભવન મળશે. આ મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પંચાયત મંત્રી બચુ ખાબડ, પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા ભાનુબેન બાબરિયા તથા સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના તમામ હોદ્દેદારોનો આભાર સમગ્ર જિલ્લા પંચાયત પરિવાર વતી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ વ્યક્ત કર્યો હતો.