– તા.1 ઓકટો સુધીમાં મતદાર યાદીને આખરી સ્વરૂપ: ભાજપના વરિષ્ઠ નેતાઓના પ્રવાસ પણ શરૂ થશે
– ચૂંટણી ઢંઢેરામાં પુર્ણ રાજયના દરજજાનું વચન આપવા ભાજપની તૈયારી
- Advertisement -
શ્રીનગર: દેશના સૌથી સંવેદનશીલ રાજય જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષના અંત પુર્વે વિધાનસભા ચૂંટણીઓ યોજાશે તેવા સંકેત છે. રાજયને ખાસ દરજજો આપતી કલમ 370ની નાબુદી બાદ રાજયમાં નવા સિમાંકન સાથેની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. લદાખ ક્ષેત્રને અગાઉથી જ જમ્મુ-કાશ્મીરથી અલગ કેન્દ્ર શાસીત પ્રદેશ બનાવી દેવાયા છે અને તા.1 ઓકટો. સુધીમાં રાજયની નવી મતદાર યાદી પણ તૈયાર થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાજયમાં શાંતિ જાળવવા અને જનજીવન રોજીંદુ બને.
તે માટે સતત મોનેટરીંગ બેઠકો યોજી હતી અને હવે રાજયમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માટે યોગ્ય સમય હોવાનો પણ સંકેત મળી જતા આગામી 2-3 માસમાં જમ્મુ-કાશ્મીરમાં ધારાસભા ચૂંટણીયો યોજાશે અને ચૂંટાયેલી સરકારને રાજયમાં શાસન સુપ્રત કરી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાશે. રાજયમાં ભાજપે ચૂંટણી તૈયારી શરૂ પણ કરી દીધી છે અને પક્ષના વરિષ્ઠ નેતાઓ શ્રી અમિત શાહ, શ્રી રાજનાથ સિંહ, નિતીન ગડકરી, સ્મૃતિ ઈરાની વિ. પ્રયાસ કરીને ચૂંટણીઓ અંગે ફીડબેક મેળવશે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ સમગ્ર ચૂંટણી વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભાજપે તેની ચૂંટણી તૈયારીમાં હવે ઢંઢેરો પણ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં સૌથી મહત્વનું જમ્મુ-કાશ્મીરને પુર્ણ રાજયનો દરજજો બહાર કરવાનું પણ વચન અપાશે.