મધ્યપ્રદેશ અને છત્તીસગઢ મતદાતાઓ વોટ કરવા માટે થનગની રહ્યાં છે. ત્યારે એમપીમાં આજે 17 નવેમ્બર પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન કેન્દ્રો પર સવારથી લાઈનો જોવા મળી રહી છે. જ્યાં એક તરફ સામાન્ય લોકો આ મતદાન કેન્દ્રો પર પોતાનો મત આપશે તો બીજી તરફ બંને રાજ્યોમાં કેટલાક VIP મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે. એમપીમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 64 હજાર 626 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે. આપણે જણાવીએ કેટલાક ક્યાં નેતા કેટલા વાગે મદાન કરશે તે જાણીએ.
- Advertisement -
#WATCH | Madhya Pradesh Elections | A 95-year-old voter, Ram Murthi Goel says, "…I want every Indian to do their duty and cast their vote…The Election Commission has made good arrangements for senior citizens as well…I came here to cast my vote because I feel good…" pic.twitter.com/K6TdilbgzZ
— ANI (@ANI) November 17, 2023
- Advertisement -
નર્મદાપુરમાં તોડફોડ
નર્મદાપુરમના માખન નગરમાં ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. ભાજપે કોંગ્રેસના કાર્યકરો પર તોડફોડનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર પુષ્પરાજસિંહ પટેલ જ્યારે કોંગ્રેસના કાર્યકરો તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. ભાજપના કાર્યકરોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસના કાર્યકરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. વિવાદ વધતો જોઈને પોલીસ અધિકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં BSF જવાનોને તૈનાત કરી દીધા હતા.
#WATCH | DSP Vijay Singh Bhadoriya says, "…Information was received this morning that a scuffle broke out between two sides and a stone pelting has ensued. Police reached here and both sides were removed from there. One person got injured in his head. Situation is peaceful… pic.twitter.com/2oD0DVsngn
— ANI (@ANI) November 17, 2023
#WATCH | Madhya Pradesh Elections | State Congress president and party's candidate from Chhindwara, Kamal Nath casts his vote at a polling booth here. pic.twitter.com/L7nAyC2NCR
— ANI (@ANI) November 17, 2023
ભૂપેશ બઘેલ 11થી 12 વાગ્યાની વચ્ચે મતદાન કરશે
અત્રે જણાવી ભૂપેશ બઘેલ તેમના પરિવાર સાથે દુર્ગ જિલ્લાના કુરુદ્દિહ ગામમાં સવારે 11થી 12 વાગ્યાની વચ્ચે મતદાન કરવા જશે. તો બીજેપી સાંસદ વિજય બઘેલ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે સવારે 8 થી 8:30 દરમિયાન દુર્ગમાં સેક્ટર 5 BSP સ્કૂલમાં જશે. છત્તીસગઢના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે તેમના પરિવાર સાથે મત આપવા માટે દુર્ગ જિલ્લાના ફવારા ગામમાં જશે.
#WATCH | Madhya Pradesh Elections | Voters queue up outside a polling station in Sidhi as polling continues on all 230 assembly seats of the state. pic.twitter.com/qnuEtQ9KDX
— ANI (@ANI) November 17, 2023
સાંસદ સરોજ પાંડે સવારે 10 વાગ્યે દુર્ગમાં મતદાન કરશે
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ સરોજ પાંડે સવારે 10 વાગ્યે દુર્ગમાં ગુરુ નાનક ભવનમાં મતદાન કરવા જશે. ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવ સવારે 8 વાગે અંબિકાપુરના બાબુપરામાં મતદાન કરવા જશે. જ્યારે બ્રિજમોહન અગ્રવાલ રાયપુરમાં મતદાન કરશે. છત્તીસગઢી ફિલ્મ અભિનેતા અને બીજેપી ઉમેદવાર અનુજ શર્મા સવારે 7:30 વાગ્યે રાયપુર શહેરના લાભાંડી વિસ્તારની સરકારી શાળામાં જઈને મતદાન કરશે જેના પહેલા ઘરે પૂજા કરશે. કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રેણુકા સિંહ ચિરમીરી ભરતપુર જિલ્લાના મનેન્દ્રગઢમાં મતદાન કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ બિલાસપુરની શેફર્ડ સ્કૂલમાં મતદાન કરશે. વિપક્ષના નેતા નારાયણ ચંદેલ સવારે 8 વાગ્યે વોર્ડ નંબર 3, નૈલા સરકારી સરકારી શાળા, જાંજગીર ચંપા જિલ્લામાં મતદાન કરશે.
#WATCH | Madhya Pradesh Elections | Ahead of casting his vote, Chief Minister Shivraj Singh Chouhan says "There is immense excitement among people everywhere. I am getting love from Ladli Behna, children, youth and the elderly in the state…" pic.twitter.com/WFV8WjeKbL
— ANI (@ANI) November 17, 2023
ઓપી ચૌધરી કેલો વિહારમાં મતદાન કરશે
કોંગ્રેસના નેતા ચરણદાસ મહંત સક્તિના સારાગાંવની બિસાહુદાસ મહંત સ્કૂલમાં મતદાન કરશે. રાયપુરના સાંસદ સુનિલ સોની આજે બપોરે 12 વાગ્યે મહારાણા પ્રતાપ સ્કૂલ સદર બજાર ખાતે મતદાન કરશે. રાયપુર પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ભાજપના મંત્રી રાજેશ મુનાત સવારે 9 વાગ્યે મતદાન કરવા ચૌબે કોલોની ઈસ્ટ સેકન્ડરી સ્કૂલ બિલ્ડિંગમાં જશે. પૂર્વ IAS અને BJPના મહાસચિવ ઓપી ચૌધરી સવારે રાયગઢ જિલ્લાના કેલો વિહારમાં મતદાન કર્યું છે.