કુલ 73 આસામીઓ પાસેથી 3.085 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-2021 અન્વયે શહેરના ત્રણેય ઝોન વિસ્તારના અલગ-અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઈકાલના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 73 આસામીઓ પાસેથી 3.085 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા. 11700/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતાં 36 આસામીઓ પાસેથી 1.265 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતાં આસામી પાસેથી રૂા. 7700/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 21 આસામીઓ પાસેથી 1.95 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતાં આસામી પાસેથી રૂા. 5700/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે અને ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતાં 16આસામીઓ પાસેથી 0.59 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતાં આસામી પાસેથી રૂા. 4300/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર- સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર- સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવી હતી.