આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી કોંગ્રેસના નેતા પવન ખેરાની ધરપકડ કરી લીધી છે અને તેમને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીના પિતા પર વિવાદીત નિવેદન આપીને ચર્ચામાં આવનાર કોંગ્રેસના સિનિયર નેતાની દિલ્હી એરપોર્ટ પરથી આસામ પોલીસે ધરપકડ કરી છે. આસામ પોલીસે તેમને દિલ્હીની કોર્ટમાં રજૂ કરશે અને તેમને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર દિલ્હી લઈ જવામાં આવશે. પવન ખેરાએ ગુરુવારે દિલ્હીથી છત્તીસગઢના રાયપુરની ફ્લાઈટ પકડી હતી પરંતુ દિલ્હી પોલીસે તેમને એરપોર્ટ પર અટકાવી દીધા હતા.
- Advertisement -
આસામ પોલીસે દિલ્હી પોલીસને ધરપકડની કરી હતી વિનંતી
આસામ પોલીસના આઈજીપી પ્રશાંતકુમાર ભુયાને જણાવ્યું કે, કોંગ્રેસના નેતા પવન ખેરા વિરુદ્ધ આસામના દિમા હસાઓના હાફલોંગમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આસામ પોલીસ તેમના રિમાન્ડ લેવા દિલ્હી જવા રવાના થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, આસામ પોલીસે દિલ્હી પોલીસને પવન ખેરાની ધરપકડ કરવાની અપીલ કરી હતી. સ્થાનિક કોર્ટની પરવાનગી લીધા બાદ તેમને આસામ લાવવામાં આવશે. પવન ખેરાએ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી પણ કરી હતી. આસામ પોલીસની આ કાર્યવાહીને આ નિવેદન સાથે જોડવામાં આવી રહી છે.
#WATCH | "We will see (in which case they are taking me). It's a long battle and I'm ready to fight," says Congress leader Pawan Khera as Delhi Police takes him after he was deboarded from an aircraft at Delhi airport pic.twitter.com/cKXeo6kSb4
— ANI (@ANI) February 23, 2023
- Advertisement -
એરપોર્ટ પર ઘરણા પર બેઠા કોંગ્રેસ નેતાઓ
પવન ખેરાની ધરપકડના વિરોધમાં તેમની સાથે હાજર કોંગ્રેસી નેતાઓ એરપોર્ટ પર ધરણા પર બેઠા હતા. કોંગ્રેસે તેને મોદી સરકારની તાનાશાહી ગણાવી હતી. એટલું જ નહીં, કોંગ્રેસે આ મામલાને છત્તીસગઢમાં કોંગ્રેસના અધિવેશન સાથે જોડી દીધો છે. કોંગ્રેસનો આરોપ છે કે રાયપુરમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
Assam Police arrests Congress leader Pawan Khera. He will be presented in a Delhi court and will be taken to Assam on transit remand pic.twitter.com/GGlU0zkgKn
— ANI (@ANI) February 23, 2023
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો પવન ખેરાની ધરપકડનો મામલો
કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેરાની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવીએ પવન ખેરાની ધરપકડને સુપ્રીમમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી સાંભળવાની તૈયારી દર્શાવી છે અને તેની પર સુનાવણી કરશે.
Supreme Court agrees to hear plea related to the arrest of Congress leader Pawan Khera at 3 pm today. https://t.co/cEokHz7S6y
— ANI (@ANI) February 23, 2023
ખેરાએ પીએમ મોદી સામે કરી હતી વિવાદાસ્પદ ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે પવન ખેરાએ બે દિવસ પહેલા અદાણીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પીએમ મોદીના પિતા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો અટલ બિહારી વાજપેયી જેપીસી બનાવી શકે છે, તો નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ મોદીને શું સમસ્યા છે? જો કે નિવેદન આપ્યા બાદ ખેરાએ આસપાસના લોકોને પૂછ્યું કે શું તેમણે વડાપ્રધાનનું વચલું નામ યોગ્ય રીતે બોલાવ્યું છે? પવન ખેરાએ પીએમ પર કરેલી ટિપ્પણીને લઈને રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર આમને સામને છે. ભાજપ રસ્તા પર ઉતરીને પવન ખેરાનો ઉગ્ર વિરોધ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ કોંગ્રેસ સામે હુમલાખોર છે. એટલું જ નહીં ભાજપે પવન ખેરા સામે પણ ફરિયાદ નોંધાવી છે.