ભાજપમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેેખ: જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનમાં ઉકળતો ચરુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપમાં સંગઠનમાં જાણે છેલ્લા ઘણા સમયથી ઉકળતા ચરુ જેવી જોવા મળે છે.એ સમયે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હોદા બાબતે સણસણતા સવાલો પત્રમાં ઉભા કર્યા છે.અને જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ સાથે પ્રધાનમંત્રીને પત્ર લખતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા નો લેટર બોમ્બ ભાજપથી નારાજ જવાહર ચાવડાનું પત્રયુદ્ધ શરુ થયું છે જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર જવાહર ચાવડાઍ નિશાન સાધ્યું છે જેમાં દિલ્હીથી ગુજરાત સુધી ના ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સતા નો દુરપયોગ કર્યાનો આક્ષેપ એક વ્યક્તિ એક હોદ્દો પણ કિરીટ પટેલ ત્રણ હોદા ધરાવે છે. તેવા પત્રથી ભાજપમાં અને રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.
પૂર્વ મંત્રીના લેટર બૉમ્બમાં શું લખ્યું…
ધોકો શિર ધરાય,ચીજુ તો નજરે ચડે:
દીવેનો દેખાય કુંડાની હેઠળ કાગડા…કવિશ્રી કાગ
આ કથા છે જૂનાગઢ શહેરની 9 વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યકિત એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વિગેરે) આમ તોઆ નિયમો દરેક કાર્યકર્તા કે હોદેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમા અપવાદ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુક કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દૂર ઉપયોગ કરીને બજા સ્થાનોની પ્રાપ્તી કરે છે.
એક જ સાથે ત્રણ હોદા પણભોગે છે 1 જિલ્લા પ્રમુખ 2 બેંકમાં પ્રમુખ 3 માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દૂરઉપયોગનુ આવુ ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે) બે જિલ્લાના ત્રણ તાલુકાઓ યાર્ડમાં પ્રમુખ ભોગવ્યુ 1 તાલાલા, 2, વિસાવદર , 3, જૂનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલુ લોલમલોન ચાલ્યુ હશે અને પ્રમુખ અને ચડી બેસવાની વૃતિ હોય તોજ આ બને) આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે કેટલાક તો એક સાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસુલી કે હફતાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે.
- Advertisement -
આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણકે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચુ જેવુ જોવુ પડે એવા કૃત્યો કર્યા છે આમ તો આ લીસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે એ જણાવુ તો.
1) જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ મણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમો ને નેવે મુકીને કરેલુ છે જે આપણે કદાપિ સ્વીકાર્ય નહી થાય.
2) જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પુરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોળા પરના દબાણોમાં જનાબ શિરોમોર છે એમના દ્વારા નિર્મિત કિષ્ના આર્કેડએટલે ખોટી મંજૂરી, ખોટુ બાંધકામ અને કાયમી દબાણ.
અમારી સમસ્યા અને પીડા એ છે કે, જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યા મોઢે જવુ ? પ્રજાનો સામનો કેમ કરવો ?