- આફ્રિકા કરતાં સૌરાષ્ટ્રમાં સિંહ વધુ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું
એશયાઈ સિંહોનો વસવાટ ધરાવતાં એકમાત્ર રાજય ગુજરાતનાં ગૌરવમાં વધુ ઉમેરો થયો હોય તેમ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર( ICUN) દ્વારા એશીયાઈ સાવજોને જોખમની શ્રેણીમાંથી બહાર મુકવામાં આવ્યા છે. સંગઠને જ 2008માં સિંહોને જોખમી ચૂંટણીમાં મુકયા હતા અને હવેતે શ્રેણીમાંથી મુકત કર્યા છે.સંગઠન દ્વારા જારી કરાયેલા પ્રથમ વૈશ્વિક રીપોર્ટમાં આફ્રિકન તથા એશીયાઈ સિંહો પરના જોખમની સરખામણી પણ કરી છે. આફ્રિકામાં મોટા પ્રમાણમાં શિકાર થતો હોવાના કારણે ત્યાંના સિંહોની વસ્તીમાં 33 %નો ઘટાડો થવાની સંભાવના એશિયાઈ સિંહો કરતા 19 ગણી વધુ હોવાનું દર્શાવ્યું છે.
એશિયાઈ સિંહોની વસ્તી સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં છે અને સંગઠનના રીપોર્ટનાં આધારે ગણવામાં આવે તો સૌરાષ્ટ્રની ભૂમિમાં તે ઘણા સુરક્ષિત છે. સંગઠનના રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યુ છે કે ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ જનરેશનની ગણતરી કરવામાં આવે તો આફ્રિકામાં સિંહોની વસતીમાં 33 ટકાનો ઘટાડો થવાની સંભાવના 41 ટકા છે, જયારે સૌરાષ્ટ્રમાં વિહરતા એશીયાઈ સિંહો માટે આ પ્રકારનું જોખમ માત્ર 2 %નું છે.
- Advertisement -
સંગઠનનાં અંદાજ પ્રમાણે દુનિયાનાં જંગલોમાં સિંહોની વસ્તી 23000 છે તેમાંથી 664 ગુજરાતમાં છે. વન્યજીવ નિષ્ણાંત કહેવા પ્રમાણે, આફ્રિકા કરતાં ગુજરાતમાં સિંહોનું રક્ષણ-સંવર્ધન વધુ સારી રીતે થાય છે.સિંહ-માનવીનુ ઘર્ષણ પણ આફ્રિકામાં વધુ છે. સૌરાષ્ટ્રમાં બન્ને સાથે રહેતા શીખી જાય છે.700 વર્ષ અગાઉ યુરોપમાં પણ સાવજો હતા. આફ્રિકાથી વિભાજીત થઈ મધ્ય ભારત ગુજરાત સુધી પહોંચ્યા હતા.
વન વિભાગનાં અધિકારીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ઝેરી મારણથી સિંહના શિકાર કયારેય થયા નથી. સિંહો ખેડૂતોનાં ગાય-બળદનાં શિકાર કરે તો પણ કિશાનો સહન કરી લે છે. સિંહોને કારણે નીલ ગાય જેવા પ્રાણીથી ખેતરોને રક્ષણ મળે છે.