ટીમ ઇન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવી સુપર 4મા જગ્યા પાક્કી કરી લીધી છે. જેને લઈને હવે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેનો જોરદાર મેચ જોવા મળશે.
એશિયા કપ 2023 માં આજે ભારત અને નેપાળની ટીમ મેદાને ઉતરી હતી. પલ્લેકેલના મેદાનમાં ટીમ ઇન્ડિયા અને નેપાળની ટીમ વચ્ચે આ ખરાખરીનો ખેલ યોજાયો હતો. જેમાં રોહિત શર્માએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તો નેપાળે પ્રથમ બેટિંગ કરી માત્ર 230 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. બાદમાં ટીમ ઇન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. સાથે જ સુપર 4મા જગ્યા પાક્કી કરી લીધી છે. હવે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ખરાખરીનો ખેલ યોજાશે. વધુમાં ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે હંબનટોટામાં રમાશે.
- Advertisement -
Rohit Sharma, Shubman Gill guide India to a brilliant win 🌟#AsiaCup2023 | #INDvNEP 📝: https://t.co/wEGqHAMl3R pic.twitter.com/54k9J05N2i
— ICC (@ICC) September 4, 2023
- Advertisement -
ગિલ પણ 62 બોલમાં 67 રન
231 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2.1 ઓવરમાં વીનાવીકેટે 17 રન બનાવ્યા હતા.બાદમાં વરસાદને કારણે મેચ આટકી હતી. જેમા સમય બગડ્યા બાદ ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો.જેમાં ભારતીય ટીમે 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન બનાવીને જોરદાર જીત મેળવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગિલ પણ 62 બોલમાં 67 રન બનાવીને અણનમ રહ્યો હતો.
India cruised to victory against Nepal, securing their place in the super 4s with an impressive 10-wicket win! Rohit Sharma and Shubman Gill delivered a batting masterclass, effortlessly chasing down the revised target of 145 in Kandy! 🇮🇳#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/JIzVA5WRyI
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાઈ હતી. જેમાં વરસાદને કારણે મેચ વચ્ચે અટકાવી દેવાની નોબત આવી હતી. જેને લઇને નેપાળ સાથેની આ મેચ ભારત માટે મહત્વપૂર્ણ હતી કેમ કે જો ટીમ ઇન્ડિયા આ મેચમાં હારનો સામનો કર્યો હોત તો તેમના સુપર 4મા પહોંચવાના ઓરતા આધુરા રહી ગયા હોત!