-કાશી વિશ્વનાથ સંકુલ સાથે જોડાયેલ મસ્જીદ મુળભૂત હિન્દુ ધર્મસ્થાન: ફેસલો થશે
– મંદિર સંકુલના ગેટ નં.4 માંથી આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાની ટીમ સાવરણી-પાવડા અને આધુનિક મશીનો સાથે પહોંચી: વજૂખાનામાં હાલ પ્રવેશ નહી કરે
- Advertisement -
– મુસ્લીમ પક્ષ દ્વારા બહિષ્કાર: સુપ્રીમમાં પહોંચી સર્વે પર હાલ ‘સ્ટે’ની માંગણી કરશે
‘કાશી’ નગરી વારાણસીમાં કાશી વિશ્વનાથધામ સંકુલમાંજ આવેલી જ્ઞાનવ્યાપી મસ્જીદ એક સમયે મંદિરનો એક ભાગ જ હતી અને આ કહેવાતા મસ્જીદ સંકુલમાં શિવલીંગ સહિતના હિન્દુ ધર્મના પ્રતિકોના કાર્બન ડેટીંગમાં પુષ્ટી મળ્યા બાદ હવે આર્કીયોલોજીક સર્વે ઓફ ઈન્ડીયાના 30 સભ્યોની ટીમ આજ સવારથી મસ્જીદ સંકુલમાં જે ‘વજુખાના’ તરીકે ઓળખાતા વિસ્તાર છે. તેના સર્વે શરૂ કરી દીધો છે અને ભારે સુરક્ષા વચ્ચે આ સર્વેનો પ્રારંભ કરાયો હતો અને તેના પગલે વારાણસી સહિત ઉતરપ્રદેશના સંવેદનશીલ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ આ પ્રકારના સર્વેનો વિરોધ કરી રહેલા અંજુમન ઈંતેજામીયા મસાજીદ કમીટીએ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચવાની તૈયારી સાથે આ સર્વે સામે સ્ટે અને આગામી સમયમાં નવી તારીખો આ સર્વે થાય તેવી માંગ સાથે અરજી કરવા દિલ્હી તેમના ધારાશાસ્ત્રી પહોંચી ગયા છે. આજે સવારે આર્કીયોલોજીકલ નિષ્ણાંતો-ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તૈયારી અને 43 સભ્યોની ટીમ મસ્જીદ પરિસરમાં દાખલ થઈ હતી અને આ સર્વેમાં ઝાડુ અને પાવડા ઉપરાંત અત્યાધુનિક સોનાર મશીનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અને અહી કોઈ ગડબડ ના સર્જાય તે માટે વારાણસીના પોલીસ વડા સુરક્ષા ટીમો સાથે હાજર રહ્યા છે.
- Advertisement -
ASI begins survey of Gyanvapi Mosque complex excluding 'Wazukhana' area
Read @ANI Story | https://t.co/JjlmbY0U6n#GyanvapiMosque #ASI #Survey pic.twitter.com/poqxZERmuS
— ANI Digital (@ani_digital) July 24, 2023
જો કે મુસ્લીમ પક્ષના કોઈ સભ્ય આ સર્વેમાં સામેલ થયા નથી અને આ સર્વે પાંચ થી છ દિવસ ચાલશે. વારાણસીની જીલ્લા અદાલતના આદેશથી આ સર્વે શરૂ થયા છે અને તા.4 ઓગષ્ટના રોજ અદાલતને તેનો રિપોર્ટ સુપ્રત કરવા સર્વે ટીમે કાશી વિશ્વનાથ ધામના ગેટ નં.4 થી પ્રવેશ કર્યો હતો.
આ સર્વેની માંગણી કરનાર હિન્દુ પક્ષના શ્રી સોહનલાલ આર્યના જણાવ્યા મુજબ કરોડો હિન્દુઓજ આસ્થા સાથે જોડાયેલા આ સ્થળમાં સર્વેથીજ સમાપન શકય છે. વારાણસી જીલ્લા અદાલતે તા.21 જુલાઈના આ સર્વેનો આદેશ આપ્યો હતો. પક્ષનો દાવો છે કે અહી મંદિર તોડીને મસ્જીદ તૈયાર કરવામાં આવી હતી. ઉતરપ્રદેશ સહિત દેશના અનેક રાજયોમાં મોગલ શાસન સમય આ પ્રમાણ અનેક હિન્દુમંદિરો તોડીને તેના પર મસ્જીદો બનાવાઈ હોવાના પુરાવા મળ્યા હતા.
જેમાં એક અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર બંધાયેલી બાબરી મસ્જીદનો ધ્વંશ કરીને કાનુની માર્ગે ત્યાં ભગવાન રામનું ભવ્ય મંદિર હાલ નિર્માણ થઈ રહ્યું છે તો મથુરામાં ભગવાન કૃષ્ણની જન્મભૂમિ પર પણ મસ્જીદ મૌજૂદ છે જેનો પણ વિવાદ ચાલે છે.