વણોદ ગામની મુલાકાતની પણ લીધી મુલાકાત: શિક્ષણ અને આરોગ્ય સહીતના પ્રશ્ર્નો સાંભળ્યા
ગુલ્લીબાજ અને આળસુ કર્મચારીઓએ દસાડા આસિ. કલેકટરની કામગીરીથી પ્રેરણા લેવાની જરૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આસિસ્ટન્ટ કલેકટર આઇએએસ જયંતસિંહ રાઠૌરના અધ્યક્ષ સ્થાને વાલેવડા ગામે ગ્રામસભા યોજાઈ હતી યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ગ્રામસભામાં મુખ્યત્વે આરોગ્ય શિક્ષણ અને ગામમાં સ્વચ્છતા બાબતે આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠૌર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ ઉપરાંત આસિસ્ટન્ટ કલેકટર દ્વારા વણોદ ગામની પણ મુલાકાત લેવામાં આવી હતી જ્યાં ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના નવા મકાન અને મેદાનને લઈ રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે હકારાત્મક પ્રતિસાદ આપ્યા બાદ આસિસ્ટન્ટ કલેકટર દ્વારા રજૂઆત સામુહિક નિર્ણય સાથે લેખિતમાં મોકલી આપવા સૂચન કરવામાં આવ્યુ હતુ કુદરતી આફત સમયે પણ આસિસ્ટન્ટ કલેકટર છેવડાના ગામ સુધી રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે હાલ પણ છેવાડાના લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી સમસ્યાઓ શિક્ષણ, આરોગ્યલક્ષી બાબતો જાણવા છેવાડાના ગામડા સુધી પહોંચે છે ત્યારે લોકો પણ આવા અધિકારીની કામગીરી બિરદાવી રહ્યા છે