દિલ્હી કેપિટલ્સ માટે જોરદાર ઇનિંગ્સ રમનાર આશુતોષ શર્મા મેચનો હીરો
એવોર્ડ જીત્યા બાદ શિખર સાથે વીડિયો કોલ પર વાત પણ કરી
- Advertisement -
IPL 2025ની ચોથી મેચ અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ હતી. મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હતો. દિલ્હી કેપિટલ્સ માટે જોરદાર ઇનિંગ્સ રમનાર આશુતોષ શર્મા મેચનો હીરો રહ્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.
આશુતોષનું શિખર ધવન સાથે છે ખાસ કનેક્શન
આશુતોષ શર્માએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 31 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 5 ફોર અને 5 સિક્સરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આશુતોષ શર્મા પંજાબ કિંગ્સનો ભાગ હતો. ત્યારથી તેને ‘ગબ્બર’ એટલે કે શિખર ધવન સાથે ખાસ કનેક્શન છે. એવામાં દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પોતાનો આ એવોર્ડ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર શિખર ધવનને સમર્પિત કર્યો છે. ત્યારબાદ તેણે શિખર સાથે વીડિયો કોલ પર વાત પણ કરી હતી.
- Advertisement -
પ્લેયર ઓફ ધ મેચ પસંદ બન્યા બાદ આશુતોષે કહ્યું કે, ‘મેં ગયા વર્ષે એક સબક શીખ્યો હતો. જેમાં છેલ્લી સિઝનમાં થોડા પ્રસંગો પર હું રમત સમાપ્ત કરવાનું ચૂકી ગયો. આખું વર્ષ મેં તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના વિશે કલ્પના કરી. હું વિશ્વાસ હતો કે જો હું છેલ્લી ઓવર સુધી રમીશ તો જ કંઈક થશે. વિપરાજ સારું રમ્યો. મેં તેને સતત ફટકારતા રહેવાનું કહ્યું. તેમ છતાં તે પ્રેશરમાં પણ ખુબ શાંત હતો. તેમજ હું આ એવોર્ડ મારા મેન્ટર શિખર પાજીને સમર્પિત કરવા માંગુ છું.’
શિખર ધવને કર્યો હતો વીડિયો કોલ
આશુતોષ શર્માની 66 રનની ધમાકેદાર ઈનિંગના કારણે દિલ્હીએ આ રોમાંચક મેચ જીતી લીધી હતી. તેણે ન માત્ર અડધી સદી ફટકારી પરંતુ તેની ટીમને જીત પણ અપાવી હતી, જેના વિશે દિલ્હીએ વિચાર્યું પણ ન હતું. મેચ જીત્યા પછી, શિખર ધવને પહેલા તો આશુતોષ માટે એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી અને પછી તેને અભિનંદન આપવા માટે વીડિયો કોલ કર્યો, જેનો વીડિયો દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો.
જો આશુતોષ શર્માની વાત કરીએ તો તેને દિલ્હી કેપિટલ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સની બેટિંગની શરૂઆત ખરાબ રહી હતી, ટીમે 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ આશુતોષ શર્માએ વિપરાજ નિગમ સાથે મળીને દિલ્હીને 1 વિકેટથી જીત અપાવી હતી.