ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા વરસથી એક પણ દિવસ ચુક્યા વગર નિરાધારો, પાગલ અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવ કથાકાર ભરદ્વાજબાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે તેમજ દાતાની સખાવતથી મહિનામાં 4 વાર બાળકો ને રમકડાં આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે.
- Advertisement -
આજે ઝૂંપડપટ્ટી ના બાળકો ને શિવ કથાકાર ભારદ્વાજબાપુ તરફથી 300 જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા કોરોનાકાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સવાર, બપોર અને સાંજ ટિફિન સેવાઓ પણ આપી હતી. માસ્ક તથા સેનીટાઇઝર, અભ્યાસ કીટ, રાશનકીટ, ધાબળા, વાસણ, સગર્ભા બહેનો માટે કીટ વગેરે પૂરું પાડે છે. અનેકવાર બર્લ્ડ ડોનેશન કેમ્પ રાખે છે. કુદરતી આફતમાં આ સંસ્થાના સંયમ સેવક સતત સેવામાં હોય છે. તહેવારોમાં કે જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્ય તિથિ વગેરેમાં લોકો ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે. સંસ્થાની સેવા પ્રવૃત્તિમાં જોડાવા સંપર્ક કરો. 9979 343434



