કહેવાતી સ્ત્રી સાથેની ટેલીફોનિક વાતચિતમાં ભાભા ભૂરાયા થયાં!
એક કથિત મહિલાએ અગ્રણીને શિશામાં ઉતાર્યા અને અગ્રણીએ અશ્ર્લિલ વાતોમાં માઝા મૂકી…
- Advertisement -
ભાભાનાં પરાક્રમોનાં દુહાઓ પણ થયાં વાઈરલ!
ભાભાની જ્ઞાતિમાં ભારે ચર્ચા: સિત્તેર વર્ષે ધોળામાં ધૂળ પડી
ખાસ-ખબર સંવાદદાતા
એક કહેવત છે કે, વાંદરો ઘરડો થાય પણ ગુલાંટી ના ભૂલે.. કેટલાય ભાભલાઓનું પણ ગુલાંટી મારતા વાંદરાઓ જેવું જ છે, ઘરડા થાય તો પણ ગુલાંટી મારવાનું ન ભૂલે એટલે ન જ ભૂલે.. આજકાલ જ્યાં જૂઓ ત્યાં ગામ આખામાં મોઢા મારતા ફરતા ભાભાઓનો જાણે રાફડો ફાટ્યો છે અને આવા ભાભલાઓનો ફાયદો પણ ભરપૂર ઉઠાવવામાં આવી રહ્યો છે. હાલમાં બોટાદ પંથકના એક ‘સાધન’ સંપન્ન ગૌસૈવક અગ્રણીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ ઓડિયો ક્લિપમાં સિત્તેરની ઉંમરે પહોંચેલા એક ભાભા અને આશા નામની કથિત મહિલાનો સંવાદ છે. આશરે 12 મિનિટની આ ઓડિયો ક્લિપમાં કથિત મહિલાએ ભાભાની આશા પૂરી કરવા અને ભાભાએ આશાની આશા પૂરી કરવાના જે સંવાદો રચ્યા છે તે સાંભળી જાણે ભલભલાની અંદરના કામદેવને જાગૃત થઈ જાય. બોટાદ પંથકના ગૌ સેવક અગ્રણીને કથિક મહિલાએ શિશામાં ઉતાર્યા છે અને ગૌ સેવક અગ્રણીએ કથિત મહિલા સાથે અશ્લિલ વાતો કરી છે ત્યારબાદ ચોક્ક્સ તત્વો દ્વારા ઈરાદાપૂર્વક આ ગૌ સેવક અગ્રણી અને કથિત મહિલાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયુવેગે બોટાદના ગૌ સેવક અગ્રણીની કથિત મહિલા સાથેના બિભત્સ વાતોની ઓડિયો ક્લિપ વાયરલ થતા ભાભાની જ્ઞાતિમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે કે, સિત્તેર વર્ષના ભાભાના ધોળામાં તો ધૂળ પડી હોય તેવો ઘાટ સર્જાયો છે.
- Advertisement -
કામાંધ ભાભાની જ્ઞાતિજનો સાથેની પણ કેટલીક ઓડિયો ક્લિપ વાઈરલ: ભાભાએ લૂલો બચાવ કરતા કહ્યું, મને બદનામ કરવાનું કાવતરું
બોટાદ પંથકના એક કહેવાતા ગૌ સેવક એવા કામાંત ભાભાની કથિત મહિલા સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ભાભાની જ્ઞાતિજનો સાથેની પણ કેટલીક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં ભાભાએ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું છે કે, ઓડિયો ક્લિપ મને બદનામ કરવાનું કાવતરું છે. જોકે ભાભાને પગથી માથા સુધી જાણતા કોલ કરનારાઓ તો તેમને મોઢામોઢ એવું જ જણાવી રહ્યા છે કે, ઓડિયો ક્લિપમાં કામાંધ ભાભાનો જ અવાજ છે.
ભાભાની મજા લેતાં લોકો: કોઈએ દુહા રચ્યાં, કોઈએ ફોન કરી પરેશાન કર્યાં
ગૌસેવક અગ્રણીની ઑડિયો ક્લિપ વાઈરલ થતાં લોકો તેમની ભરપૂર મજા લઈ રહ્યાં છે. કેટલાંક સળીબાજોએ તો ભાભાનાં લખ્ખણ પર ભારે રમુજી દુહાઓ રચીને વાઈરલ કર્યા છે તો કોઈએ ભાભાને કોલ કરીને પછી એ રેકોર્ડિંગ વાઈરલ કરી રહ્યાં છે. રમુજમાં લખ્યું છે કે, ભાભાથી હવે પાદરે બેસાતું નથી અને ઘેર જવાતું નથી!