21 કિલો વાસી અખાદ્ય ચીજોનો નાશ: 8 પેઢીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારતી મનપાની ટીમ
ખાસ-ખબર સંવાદદાતા
ફૂડ વિભાગ દ્વારા શહેરના ભક્તિનગર સર્કલથી 80 ફૂટ મેઈન રોડ વિસ્તારમાં આવેલી ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 16 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરી સ્થળ પર 12 સલ વાસી ખાદ્યચીજોનો નાશ તેમજ ચકાસણી દરમ્યાન 08 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ આપી હતી. પટેલ તાવા ને ત્યાં -વાસી સલાડ તથા વાસી કાપેલી ડુંગળી મળી કુલ 4 સલ નો નાશ અને લાઇસન્સ બાબતે નોટિસ,આશાપુરા ઊંધિયું ચાપડી -સંગ્રહ કરેલ વાસી બાંધેલો લોટ -4 સલ નો નાશ તથા લાઇસન્સ બાબતે નોટિસ તેમજ ભોલેનાથ પાણીપુરીને ત્યાં સંગ્રહ કરેલા વાસી બાફેલા બટેટા -2 સલ, શ્રી રામ પાણીપુરી -સંગ્રહ કરેલ વાસી બાફેલા બટેટા -2 સલનો નાશ ,જય રામનાથ ઊંધિયું ચાપડી અને અમેરિકન મકાઇ, મિલન તાવા ના વેલારી ને -લાઇસન્સ બાબતે નોટિસ આપી હતી તેમજ રામ ઓર શ્યામ ગોલાવાળા, બાલાજી અમેરિકન મકાઇ, યાદવ ચાપડી ઊંધિયું, રંગોલી પાણીપુરી,સનીપાજી દા ધાબા, ઝેનીથ સ્ટીમ ઢોકળા ખીચુ, અટજ રેસ્ટોરન્ટ પીઝાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. સાથે પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં કુલ 17 પેઢીની ચકાસણી કરવામા આવી હતી જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, દૂધની બનાવટ, શેરડીનો રસ, તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી તથા 1 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપી હતી.
- Advertisement -
જિલ્લા ગાર્ડન રોડ, બાપુનગર વિસ્તારમાં આવેલી મુસ્કાન વેફર્સ (ઉત્પાદક પેઢી) માં તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ દાજયું તેલ 60 સલ નો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ તથા યોગ્ય સ્ટોરેજ કરવા અને ઉત્પાદન સ્થળ પર હાયજિનિક કંડિસન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવી હતી.