રાજ્યોના કેટલાક જિલ્લાઓ હાઈ-એલર્ટ પર
ખાસ-ખબર સંવાદદાતા
અસાની વાવાઝોડુ નબળું પડતા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે.
વાવાઝોડુ આંધ્રપ્રદેશના પૂર્વી કિનારે પ્રતિ કલાક 85 કિ.મી.ની ઝડપે અથડાયુ હતુ, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
આ વાવાઝોડુ વધારે નબળુ પડતા ગુરુવારે સુધીમાં તો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ બાજુએ વાવાઝોડુ છે તા રાજસ્થાન 46 થી 47 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. તેમા પણ જાલોરમાં 47 ડિગ્રીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. વાર્ષિક ભારતીય હવામાન વિભાગે તેના બુલિટેનમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આગામી કેટલાક કલાકોમાં ઉત્તર તરફ આગળ વધે તેવી
સંભાવના છે.
તે ઉત્તર તરફ આગળ વધીને બપોરથી સાંજ સુધીમાં નરસાપુર, યનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના કાંઠે અથડાઈ શકે છે. તે રાત સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ વટાવીને પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.