આરામ ગૃહનું તાકીદે રિનોવેશન કરવા શહેરજનોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.9
- Advertisement -
રાજુલા શહેરમાં આરામ ગૃહ છે પણ તે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યુ છે. આ આરામ ગૃહ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ છે. આરામ ગૃહની છતમાં ગાબડા પડી ગયેલા નજરે પડે છે તેમજ રૂમની અંદર પણ જ્યાં જુઓ ત્યાં ગાબડા અને તિરાડો પડેલ હોવાથી પોપડા પડી ગયા છે. આ આરામ ગૃહની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. બીજીતરફ રાજુલામાં પંથકમાં અનેક ઔદ્યોગીક વિકાસના ક્ષેત્રો આવેલા છે. જેમા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, સીન્ટેક્ષ કંપની સહિત વિવિધ ઔદ્યોગીક એકમો આવેલા છે. વિકાસની દ્રષ્ટિએ રાજુલા પંથક આગળ છે.
પરંતુ આરામ ગૃહના વિકાસમાં પાછળ છે. ત્યારે બહારથી આવતા અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને રહેવા માટે ના છૂટકે મોઘા ભાડાઓ ખર્ચીને હોટેલોમાં રહેવા મજબુર બન્યા છે. આરામ ગૃહ જર્જરીત હોવાથી બંધ અવસ્થામાં પડ્યુ છે. ત્યારે આરામ ગૃહમાં ગાબડા અને રૂમમાં પોપડા પડી ગયા છે આવી આરામ ગૃહની વિકટ પરિસ્થિતિ થવા પામી છે.
ત્યારે મહત્વની વાત તો એ છે કે, કેબિનેટ તથા રાજ્ય સરકારના મંત્રીઓ રાજુલા ખાતે કાર્યક્રમમાં મુલાકાતે આવતા હોય છે જ્યારે આરામ ગૃહ બંધ હોવાને કારણે તેમને પણ હોટેલમાં રહેવા માટે જવુ પડે તેવી સ્થિતિ બની છે.
- Advertisement -
એકતરફ રાજય સરકાર વિકાસની વાતો કરી છે પરંતુ રાજુલા શહેર વિકાસ નામે પાછળ ધકેલાઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. આ આરામ ગૃહના રિનોવેશન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે છતાંપણ આજદિન સુધી કોઇ પગલા લેવામાં આવ્યાં નથી.
આ બાબતે ખાસ સ્થાનિક સત્તાધીશોએ પણ ઘ્યાન આપી આરામ ગૃહની બાબતના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે પ્રયત્નો કરવા જરૂરી બન્યા છે. હવે સરકાર દ્વારા ઝડપથી આ આરામ ગૃહનુ રિનોવેશન કરવામાં આવે તેવી શહેરજનોની માંગ ઉઠવા પામી છે.