રાજકોટમાં ભારે વરસાદમાં લોકમેળો તો સંપૂર્ણ ધોવાઇ જ ગયો હતો. સરકારે સ્ટોલ ધારકોને ડીપોઝીટ ભાડાના નાણાં પરત કરવાની જાહેરાત કરી હતી છતાં મેળામાં મોટાપાયે રમકડા જેવી ચીજોનું વેચાણ થવાની અપેક્ષાએ વેપારીઓએ મોટાપાયે સ્ટોક કર્યો હતો. પાથરણા પાથરીને રમકડા જેવી ચીજો વેચતા નાના વેપારીઓને પણ માલના નિકાલનો પ્રશ્ર્ન હતો. આજે ચાર દિવસે મેઘરાજાએ વિરામ લેતા પાથરણાવાળાઓએ રેસકોર્ષમાં બાલભવન આસપાસ પથારો પાથરી દીધો હતો. નાના મોટા રમકડા વેચવા લાગ્યા હતા. વાલીઓ પણ બાળકો સાથે ખરીદી કરતા નજરે ચડ્યા હતા. મીનીમેળા જેવો માહોલ સર્જાવા લાગ્યો હતો.
વરસાદ અટકતા રેસકોર્સમાં પાથરણા પર રમકડાં વેંચાવા લાગ્યા: લોકો પણ ઉમટ્યા
You Might Also Like
Follow US
Find US on Social Medias