એક વર્ષથી નાખેલા CCTV કેમેરા આજદિન સુધી બંધ હાલતમાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળી તાલુકાનું સરા ગામ સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ છે જેના લીધે અહીં આજુબાજુના ગામોમાંથી રહીશો ખરીદી માટે આવે છે વળી સરા ગામે મેલડી માતાજીનું મંદિર હોવાથી અનેક આસ્થા ધરાવતા ભક્તોની અહીં આવક જેક રહે છે ત્યારે સરા ગામે આજથી એકાદ વર્ષ પૂર્વે લાખોના ખર્ચે નાખેલ સીસીટીવી ફૂટેજ હજુ સુધી શરૂ કરાયા નથી મોટાભાગે અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોવાના લીધે વાહન તથા રોકડ સહિતની ચોરી જેવા બનાવો બનતા હોવાથી તંત્ર દ્વારા ગામને સીસીટીવીથી સજ્જ બનાવ્યું હતું પરંતુ આ સીસીટીવી માત્ર દેખાવ પૂરતા જ હોય તેવું નજરે પડે છે કારણ કે છેલા એક વર્ષથી લગાવેલ સીસીટીવી આજદિન સુધી બંધ હાલતમાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા સીસીટીવી કેમેરા ફરજિયાત હોવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાક વેપારીઓને આ જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધાયો છે પરંતુ અહીં સીસીટીવી કેમેરાની સુવિધા હોવા છતાં કેમેરા શરૂ નહીં કરાવતા સ્થાનિક તંત્ર સામે પણ વેપારીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે.



