જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ખાસ માનવામાં આવે છે, જેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર સારો પડે છે તો કેટલીક રાશિઓ પર ખરાબ પડે છે. નવું વર્ષ 2026ની શરૂઆતમાં જ ઘણા મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. તેમાંથી જ એક છે મંગળ ગ્રહ. પંચાગ પ્રમાણે વર્ષ 2026માં 16 જાન્યુઆરીના રોજ મંગળ ગ્રહ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષીઓના મતે મકર રાશિના સ્વામી શનિ દેવતા છે. મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. નિષ્ણાતોનું માનીએ તો મંગળના આ ગોચર પર શનિનો પ્રભાવ પણ રહેશે, જેનાથી ઘણી રાશિઓને બિઝનેસમાં પ્રગતિ, આર્થિક લાભ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ મળશે. તો ચાલો જાણીએ કે 2026માં થવા જઈ રહેલા મંગળના ગોચરથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે.
- Advertisement -
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ રહેશે. જોતકોની અંદર આત્મવિશ્વાસ વધશે. અટકેલા કામ ફરી ગતિ પકડશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ અથવા પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં પણ લાભ થવાના સંકેતો છે. જોકે, તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.
કર્ક રાશિ
- Advertisement -
કર્ક રાશિના જાતકો માટે આ ગોચર કરિયરની દ્રષ્ટિએ સારું રહેશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. તમને સીનિયર અધિકારીઓનો સહયોગ મળશે. નેતૃત્વની ભૂમિકામાં રહેલા લોકોને વિશેષ ફાયદો થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. માન-સન્માન વધશે. આવક વધવાની સાથે ખર્ચ પણ વધી શકે છે, તેથી સંતુલન જાળવી રાખવું.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે મંગળનું ગોચર ઉર્જા અને સાહસ વધારનારું રહેશે. પૈસાની સમસ્યાઓ ધીમે-ધીમે ઓછી થશે. તમને જૂના દેવામાંથી રાહત મળી શકે છે. નોકરી બદલવાની અથવા નવું કામ શરૂ કરવાના યોગ બનશે. પારિવારિક મામલે પણ સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે. નોકરીમાં સ્થિરતા આવશે. તમારા બોસનું સમર્થન મળશે. પરિવારમાં નિર્ણય લેવાની જવાબદારી વધી શકે છે.




