ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તુંગા અભિયાન અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા અને ઘર પર તિરંગો લહેરાવી દેશ પ્રત્યેનો પ્રેમ નજરે પડી રહ્યો છે ત્યારે આ અભિયાનમાં દરેક ક્ષણે હંમેશા ખડે પગે રહેતી ગુજરાત પોલીસ પણ જોડાઇ છે જેમાં ધ્રાંગધ્રા પોલીસ સ્ટાફ દ્વારા હાલમાં જ સમગ્ર શહેરની બજારોમાં તિરંગા યાત્રા સાથે વિતરણ કરી દરેક ઘર અને દુકાન પર તિરંગો લહેરાવવા અપીલ કરી હતી જે બાદ ધ્રાંગધ્રા નાયબ અધિક્ષક કચેરી, સિટી પોલીસ સ્ટેશન તથા તાલુકા પોલીસ સ્ટેશન કચેરીને તિરંગા રંગની માફક કેશરી, સફેદ અને લીલા રંગની લઇટથી શણગાર કરતા સુંદર અને આકર્ષક દૃશ્ય જોવા મળ્યું હતું.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા પોલીસ કચેરી દેશભક્તિના રંગમાં રંગાઈ
