કેન્સર, તાવ, બ્લડ પ્રેસર સહિતની દવાઓના નમૂના ફેલ
એકલા હિમાચલ પ્રદેશમાં જ 22 દવાના સેમ્પલ ફેલ
- Advertisement -
દેશભરમાં નિર્મિત 52 દવાઓના સેમ્પલ તપાસમાં ફેલ થયા છે, જેમાં સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં બનેલી 22 દવાઓનો સમાવેશ થાય છે. પાંવટા સાહિબની દવા કંપની જી લેબોરેટરીના ત્રણ અને ઝાડમાઝરીના ડેકસીન ફાર્માના બે સેમ્પલ ફેલ થયા છે.
ફેલ થયેલ દવાના ઉદ્યોગોને નોટીસ મોકલવામાં આવશે. બજારમાંથી દવાના સ્ટોકને પરત ખેંચી લેવામાં આવશે મેના ડ્રગ એલર્ટમાં આ સેમ્પલ ફેલ થયા છે. હિમાચલમાં દવાના સેમ્પલ લેવાનું પ્રમાણ અન્ય રાજયોની તુલનામાં 90 ટકા વધુ છે. કેન્દ્રીય ઔષધિ નિયંત્રણ સંગઠને મેમાં દેશભરમાં દવાઓના સેમ્પલ લેવાયા હતા.
તેમાં દેશમાં 52 દવાઓ ધોરણોમાં ખરી નહોતી સાબિત થઈ. હાઈ બ્લડ પ્રેસર, કેન્સર, દર્દ, જીવાણુ સંક્રમણ, અલ્સર, ઉધરસ, એલર્જી, વાયરસ, સંક્રમણ, એસિડીટી, ખંજવાળ, અને તાવના દવાના સેમ્પલ ખરા નહોતા મળ્યા.