ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાનાં માણાવદરમાં ભારે વરસાદ થયો હતો.જેના પગલે લાયન્સ સ્કુલમાં 40 લોકો ફસાયા હતાં. બાદ તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં. માણાવદરમાં લાયન્સ સ્કૂલમાં લાયન્સ કલબ ઓફ માણાવદર દ્વારા દર ગુરૂવારે આંખના કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે માણાવદર પંથકમાં ભારે વરસાદ પડતા અચાનક પાણી આવતા દર્દીઓ ફસાયા હતાં.
સંસ્થા દ્વારા ભોજન વ્યવસ્થા કરીને પાલિકાના પુર્વ પ્રમુખ દિનેશ કાલરીયા અને સેવાભાવી લોકો દ્વારા બસને જે.સી.બી. દ્વારા બહાર કાઢીને મુસાફરોને વીરનગર ખાતે ઓપરેશન માટે લઈ જવાયા હતા.