પ્રદેશ નિરીક્ષકોએ જૂનાગઢ બેઠકની સેન્સ લીધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂરતિયા શોધવાની કવાયત શરૂ કરી છે. ત્યારે ગઇકાલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષક મનસુખભાઇ ખાચરીયા, બીનાબેન આચાર્ય અને વિક્રમભાઇ ચૌહાણ દ્વારા લોકસભા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા.
જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા 12 જેટલા ઉમેદવારએ પોતાની દાવેદારી કરી હતી. જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા, ડે.મેયર ગિરીશ કોટેચા, પૂર્વ મેયર જયોતિબેન વાછાણી, ડો.ડી.પી.ચિખલીયા, ભાવનાબેન હીરપરા, નિલેશ ધુલેશીયા, જે.કે.ચાવડા, જશાભાઇ ભાણાભાઇ બારડ સહિતના ભાજપ આગેવાનોએ પોતાની દાવેદારી કરી હતી. ચૂંટણી લડવા 12 જેટલા ઉમેદવારએ પોતાની દાવેદારી કરી હતી. જયારે લોકસભા ચૂંટણીની દાવેદારી કરનાર આગેવાનોનું લીસ્ટ પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે અને આખરે નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ નકકી કરશે.