ખાસ-ખબર ન્યૂઝ હારીજ
અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાના મહત્વને લોકો સુધી પહોંચાડવા માટે તેમજ શ્રદ્ધાળુઓને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આમંત્રણ આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબિકા રથ સમગ્ર ગુજરાતમાં મોકલવામાં આવેલ છે. જે નિમિતે હારીજ નગર ખાતે આજરોજ સવાર થી અંબાજી માતાજીનો રથ હારીજ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં પી.આઇ. નીરવ શાહ સહીત પોલીસ પરીવાર તથા નગરજનોએ માતાજીની પાદુકાની પૂજા સાથે આરતી ઉતારી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ નગરના વિવિધ વિસ્તારોમા માતાજીનાં અંબિકા ગબબર રથ સાથે પરિભ્રમણ કર્યું હતું સમસ્ત નગરના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આગામી દિવસોમાં અંબિકા ગબ્બર રથ હારીજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં પહોંચી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આમંત્રણ પાઠવશે.