ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 1 ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે 9 થી બપોરના 1 કલાક દરમિયાન એરપોર્ટ રોડ પર આવેલી હોટલ પેટ્રીયા સ્યુટસ ખાતે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં દાંતના રોગોની સારવાર દંતવેધ ભરતભાઇ વ્યાસ દ્વારા પૌરાણિક જલંધરબંધ યોગપદ્ધતિ દ્વારા દંતને લગતી સમસ્યાઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત ડો.મહેશભાઈ ચાવડા સુજોક થેરાપી દ્વારા સાંધાના દુખાવા અને સ્નાયુના દુખાવા હાથના પંજામાં ચોક્કસ જગ્યાએ દબાણ આપી શરીરના દુખાવા દૂર કરશે. આ ઉપરાંત ટીમેક્ષ ફાઉન્ડેશન દ્વારા કાસ્ય મસાજ થેરાપી મનસુખભાઇ સરવૈયા આપશે. અરવિંદભાઇ વાળા દ્વારા ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવશે. બી.પી, ડાયાબિટીસનો રિપોર્ટ સેલસ હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવશે. સાઇટીકા, ગોઠણના દુ:ખાવા, સર્વાઈકલ સ્પોનડીલાઇટીસ વગેરે સ્નાયુના દુ:ખાવાની સારવાર સુજોક થેરાપી દ્વારા કાજલબેન હરીયા આપશે. આ ઉપરાંત ચિંતા, તણાવ, ડિપ્રેશન, પર્સનાલિટી જેવી મેન્ટલ હેલ્થને લગતી બાબતોના નિદાન માટે ડો.કર્તવી ભટ્ટ સેવા આપશે. આ કેમ્પનો લાભ લોકો બહોળી સંખ્યામાં લે તેમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઇ કથીરિયા તેમજ ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ અપીલ કરી છે. આ નિ:શુલ્ક કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી મંડળ સાથે ટ્રસ્ટનાં કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.