શહેર ભાજપ દ્વારા ઢોલ-નગારા સાથે સ્વાગત, યુવા મોરચાએ રેલી યોજી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા.. રાજકોટ એરપોર્ટ આવતા જ શહેર ભાજપ દ્વારા તેનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે કે, 30 ટકા જીડીપી મેળવી છે. સાથોસાથ એ પણ બતાવવા માગુ છું કે ગુજરાતના યુવાનો એ પણ નક્કી કરી ચૂક્યા છે કે, 20 વર્ષથી ગુજરાતમાં વિકાસ યાત્રા નીકળી પડી છે. આ વિકાસયાત્રાને ઝડપી બનાવવાનું વચન લઇ લીધું છે. ગુજરાતની આ પુણ્ય ધરતીમાં રેવડી પોલિટિક્સ અને બેવડી પોલિટિક્સ આ બન્નેને એક ઇંચ જગ્યા યુવાનો આપતા નથી.
- Advertisement -
સૂર્યા તેજસ્વીએ વધુમાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલનું જે રાજકારણ છે કે, દેશના સૌથી મોટા યુ ટર્નવાળા જે નેતા છે તે અરવિંદ કેજરીવાલ છે. તેનું રાજકારણ પણ ઓડ ઇવન જેવું જ ચાલે છે. કેજરીવાલ જે નિવેદનો આપે છે તે ગુજરાતના અને દેશના યુવાનો ગંભીરતાથી લેતા નથી. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા. જેમાં બધાના હાથમાં ભાજપનો ફ્લેગ જોવા મળ્યો હતો. તેમજ યુવા કાર્યકરોએ માથા પર ભાજપની ટોપી પણ પહેરી હતી.