ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. દિગ્ગજ અને કેન્દ્રીય નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી ગયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરીવાર આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે બે વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે. કેજરીવાલ અમદાવાદમાં સભા યોજશે.
કેજરીવાલ મહિલાઓ માટે આજે મહત્વની ગેરન્ટી જાહેર કરશે. આ પહેલા કેજરીવાલ પાલનપુરમાં જાહેરસભા સંબોધવાના હતા પરંતુ તેઓ હવે અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કરશે.