કરોડો લોકોના આસ્થાના અખૂટ સાગર સમાન અંબાજીના આંગણે ભાતીગળ મેળાનો જોરદાર માહોલ જામ્યો છે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે.
હિન્દુ શાસ્ત્રમાં ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં અંબાજીના આંગણે યોજાઇ રહેલ ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે લાખો ભક્તો મા જગદંબાના દર્શનાર્થે ઉમટશે. અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. મોટી સંખ્યમાં સવારની આરતીમાં ભક્તો જોડાયા છે. આજે જિલ્લા કલેક્ટર સહિત વહિવટી તંત્ર માતાજીની ધજા ચડાવશે અને મેળામાં ફરજ બજાવનાર તમામ અધિકારીઓ-કર્મચારીઓનું કલેક્ટર સન્માન કરવામાં આવશે.
- Advertisement -
ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી ઉમટશે ભક્તોનું ઘોડાપૂર
માતાજીને શીશ ઝુકાવવા માટે માર્ગો પર મોટી સંખ્યામાં પગપાળા સંઘનુ અંબાજી તરફ પ્રયાણ ચાલું છે. ભાદરવી પૂનમના મેળામાં છઠ્ઠા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. 6 દિવસમાં 39 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું. તેમજ 56 હજાર ચીક્કી પેકેટનું વિતરણ અને 2 હજારથી વધુ ધજાઓનું ધ્વજારોહણ થયું હતું.
પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો હતો. જે મુજબ આજે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલી જશે અને મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે.
વહેલી સવારે ખુલી જશે મંદિરના દ્વાર
આવતીકાલે સવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સવારે 5.45 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. શામળાજી મંદિરે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. જે બાદ બપોરે 12.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.
- Advertisement -
મંદિર બંધ થશે રાત્રે 8.30 કલાકે
જે બાદ મંદિર 2.15 કલાકે દ્વાર ખોલવામાં આવશે. ઠાકોરજીની સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને 8.15 કલાકે શયન આરતી યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મેળાને લઇ મંદિરમાં ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.