અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા જિલ્લામાં વાહન અકસ્માત બનાવ ન બને અને ટ્રાફિક નિયમનની અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચના આપતાં આજરોજ શ્રી ભરત બી .બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ સુપરવિઝન હેઠળ ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરવામાં આવી અને ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડા ગામ ખાતે જાહેર માર્ગ પર અડચણરૂપ ઊભા રાખેલા વાહનો તેમજ વાહનને લગતા દસ્તાવેજો વગર વાહન કરતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી તેમજ એમ. વી.એક્ટ ૨૮૩ મુજબ કુલ ત્રણ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી .તેમજ એમ.વી. એક્ટ એન. સી .મુજબ કુલ પાંચ વાહન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
શ્રી ભરત બી .બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા શ્રી બી.એસ .ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધનસુરા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી હતી.
જગદીશ સોલંકી અરવલ્લી