અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના લાલજીના પહાડીયા ના જંગલ વિસ્તારમાં તા.29/03/2021 ના રોજ સાંજના લગભગ 8:15કલાકે આગ લાગી હતી જેની જાણ ” ઔષધિય વનસ્પતિ બોર્ડ “,ગાંધીનગર ને થતાં તેમણે તુરંતજ જંગલ અને પર્યાવરણના જતન માટે કામ કરતી સંસ્થા ” વૃક્ષ ઉછેર વન મંડળી “, માલપુરના વન પંડિત દિનેશભાઇ ઉપાધ્યાયને જાણ કરતાં તેઓ તુરંતજ પોતાની ટીમ સાથે જંગલમાં જવા રવાના થઈ ગયા હતા. અને રાત્રીના 9 : 00 કલાકે સ્થળ ઉપર પહોંચી આગ કાબૂ બહાર હોવાથી તેમણે તુરંતજ જંગલખાતા ના આર.એફ.ઓ ને જાણ કરી હતી.
લગભગ રાત્રીના 9:00 કલાકે જંગલખાતાના કર્મચારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં ન લેવાતાં, છેવટે બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ કરતાં તેમણે ત્રણ કલાક સુધી સતત જંગલખાતા નો સંપર્ક કરતાં છેવટે જંગલ ખાતાના કર્મચારીઓ ઘટના સ્થળે આગલાગવાની ઘટનાના છ કલાક બાદ પહોંચતાં જંગલમાં આગ ફેલાવાને કારણે મહામૂલી કુદરતી સંપત્તિનો ઘણું નુકશાન થયું હતું, અને બે કલાકની જહેમત બાદ લગભગ વહેલી સવારે ૫:૧૫ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
- Advertisement -
પર્યાવરણ ના જતન માટે કામ કરતી સંસ્થા ” વૃક્ષ ઉછેર વન મંડળી “, માલપુર તેમજ જંગલ વિસ્તારની નજીક રહેતા લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, આગ ની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જો જંગલ ખાતાના કર્મચારીઓ સમયસર સ્થળ ઉપર પહોંચ્યા હોતતો જંગલમાં આગ ફેલાતી અટકાવી શકાય તેમ હતું અને જંગલની મહામૂલી સંપત્તિને નુકશાન થતું અટકાવી શકાયું હોત. સદનસીબે જંગલ નજીક આવેલી માનવ વસાહત સુધી આગ ન ફેલાતાં જાન માલને નુકશાન થતું અટક્યું હતુ.
જગદીશ સોલંકી અરવલ્લી.