અરવલ્લી જિલ્લામાં ખનીજ માફિયાઓનો આતંક રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઉપર જીવલેણ હુમલાનો પ્રયાસ
અરવલ્લી જિલ્લામાં બુટલેગર દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ ની ઘટનાઓ તો ખુબજ જોવા મળતી હોય છે પરંતુ અરવલ્લી જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ ના કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ એસ સતપૂત તારીખ ૨ ના રોજ દેવરાજ ધામ નજીક ગેરકાયદેસર ખનીજ લઈ જતા વાહનોના ચેકિંગ માં હતા તે દરમ્યાન ટ્રક નંબર જીજે ૩૧ ટી ૭૩૫૦ મો ગેરકાયદેસર રીતે રેતી ભરી હોવા ની આશંકા જતો વાહન અટકાવામાં આવ્યું હતું પાસ માં દર્શાવ્યા મુજબ ૨૪ ટન રેતી ની જગ્યાએ ૩૦ ટન થી વધુ હોવાનું જણાઈ આવ્યું હતું જેને લઇ વજન કાંટો કરાવવાનું કહેતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી આરોપી ફોરચુનર ગાડી માં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં ખનીજ માફિયાઓ નો આંતક જોવા મળી રહ્યો છે ખાણ ખનીજ ના કર્મચારીઓ ઉપર ખનીજ માફિયાઓ દ્વારા જીવલેણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રોયલ્ટી ઓફિસરને મોડાસાના દેવરાજ મંદિર પાસે ધમકી આપતો વિડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતીનું ગેરકાયદેસર વહન કરતા ડમ્ફર ને અટકાવતા ખનીજ માફિયા દ્વારા રોયલ્ટી ઇસ્પેક્ટર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરાઈ હતી તથા જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી અને ખનીજ માફિયાઓ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે દાદાગીરી કરી સ્થળ પરથી ડમ્ફર લઈ ફરાર થઈ ગયા હતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ખનીજ માફિયા રાજસ્થાનના સીમલવાડા ના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી
- Advertisement -
રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ખનીજ માફિયા દ્વારા ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી અપાઇ
જગદીશ સોલંકી.


