પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડી.જી.પી ગાંધીનગર દ્વારા તેમજ શ્રી અભય ચુડાસમા સાહેબ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર નાઓએ અરવલ્લી જીલ્લા એસ.પી શ્રી સંજય ખરાત સાહેબ ના પ્રોહી અંગે અસરકારક કામગીરી સુચના આપવામાં આવેલ. શ્રી.આર .કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તેમના સ્ટાફ સાથે (૧) એ.એસ.આઇ મોહનસિંહ પુજેસિહ (૨) એ.એસ.આઇ મોહનસિંહ ફતેસિંહ (૩) અ હેડ કોન્સ્ટેબલ મનીષકુમાર બાબુલાલ (૪) અ હેડ કોસ્ટેબલ નરેન્દ્રસિંહ પદમ સિંહ વગેરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ની સૂચના આપેલ જીવણપુર છારા નગર મુકામે જઈ પ્રોહીબીશન ચેકિંગ કરતા વિદેશી દારૂની બોટલ નંગ ૧૧ પકડવામાં આવી હતી.(૧) વાઈટ લેસ વોડકા ૭૫૦ એમ.એલ બોટલ નંગ ચાર કિંમત રૂપિયા ૨૦૦૦ /-(૨) ઓફિસર ચોઇસ ક્લાસિક વિસ્કી ૩૭૫ એમ એલ બોટલ નંગ બે રૂપિયા ૬૦૦/-(૩) ઓફિસર ચોઇસ ૧૮૦ એમ. એલ નંગ ૫ રૂપિયા ૭૫૦/- મુદ્દામાલ સાથે કુલ રૂપિયા ૩૩૫૦/-, નો માલ પકડી પાડવામાં આવ્યો હતો આરોપીના ખુલ્લા ઘરમાંથી મળી આવેલ રેડ દરમિયાન આરોપી ઘરે હાજર મળી આવેલ ન હતો આરોપી વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ગુણો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરેલ છે. પકડવાના બાકી આરોપીના નામ(૧) શાંતિલાલ ચંદુભાઈ છારા રહેવાસી જીવણપુર છારાનગર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


