અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા રહેતા એક ડબગર પરિવારના મોભી નું અવસાન થતાં પિતાની અર્થીને છ – છ પુત્રીઓએ કાંધ આપી અંતિમવિધિ કરાવી પુત્રીઓએ પણ પુત્ર સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષોથી સાઠંબા ગામે રહેતા ડબગર મણીલાલ ગીરધરલાલ ધંધો વેપાર કરી ગુજરાન ચલાવતા હતા.
- Advertisement -
ભગવાને તેઓને સંતાનમાં છ-છ પુત્રીઓ આપી હતી. તૈઓને સંતાનમાં પુત્ર ન હોતો. ડબગર મણીલાલ ગીરધરલાલનું ગઈકાલે અવસાન થતાં તેમની સંતાન છ પુત્રીઓ દક્ષાબેન, ગીતાબેન, મધુબેન, ઈન્દુબેન, ઉષાબેન, મીનાબેન એમ છ બહેનોએ પોતાના પિતાની અર્થીને કાંધ આપી અંતિમવિધિ કરાવી હતી.
જગદીશ સોલંકી અરવલ્લી.


