શ્રી સતવારા વિકાસ મંડળે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડવા પત્ર લખ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં યોજાતા તમામ અર્વાચીન દાંડિયા રાસના આયોજકો ફરજિયાત પણે આધાર કાર્ડ લઈ પાસ ઇશ્ર્યુ કરે તેવું પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડે તેવી સતવારા વિકાસ મંડળે માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, હિન્દુ ધર્મ અને તેને માનતા લોકો અહિંસક અને સહિષ્ણુ હોવાની છાપ ધરાવતા હોય તેના લોકો સાથે વિધર્મીઓ દ્વારા યેનકેન પ્રકારે ધર્મ પરીવર્તન કરવવાની પ્રવૃતિ ચાલી રહી છે. જેમાં લવજેહાદ પણ આ કાવતરાનો એક ભાગ છે. આ આવેદન પત્ર આપી માંગણી કરે છે કે, આવનારા નવરાત્રીના મોટા ભાગના યુવક-યુવતીઓ અર્વાચીન દાંડિયા રાસમાં જતાં હોય છે આવા સંજોગો માં વિધર્મીઓ હિન્દુ નામ ધારણ કરીને આ આયોજનોમાં આવતા હોય છે અને હિન્દુ દીકરીઓ સાથે દોસ્તી કરતાં હોય છે. આ તમામ અર્વાચીન દાંડિયા રાસના આયોજકો આધાર કાર્ડ ચકાસી પાસ ઈશ્ર્યુ કરે તેવી અમારી માંગ છે.